વડોદરા: MS યુનિવર્સિટીના એક્ઝામ પોર્ટલ પર સાઇબર એટેક, પરીક્ષાઓ સ્થગિત
Trending Photos
વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા MSU એક્ઝામ પોર્ટલ દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ગઇ કાલે રાત્રે અજાણ્યા સોર્સ દ્વારા એક્ઝામ પોર્ટલ હેક કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં ડેટા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હેકર્સને સફળતા મળી નહોતી. જેથી યુનિવર્સિટીઓનાં તમામ ડેટા સુરક્ષીત છે.
જો કે યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. જેથી હાલ પુરતી સાયબર એટેકને ધ્યાને રાખીને પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. હેકર્સ દ્વારા સર્વર હેક અથવા ક્રેશ કરવાનો એકથી વધારે વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે આશરે 3 હજાર વિદ્યાર્થીઓનાં મોક ટેસ્ટ દરમિયાન લોગ ઇન થવા માટે મુશ્કેલી પડી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લોગઇન તો થયા પરંતુ ધીમા સર્વરના કારણે તેઓ પરેશાન થયા હતા.
આ સ્થિતીને જોતા યુનિવર્સિટી રજીસ્ટ્રાર દ્વારા આજથી શરૂ થતી મોક ટેસ્ટ તેમજ પાંચમી તારીખથી શરૂ થતી સેમેસ્ટર એન્ડ પરીક્ષાઓ હાલ પુરતી મોકુફ રાખી છે. ટુંક જ સમયમાં નવી તારીખો જાહેર કરવાની પણ બાંહેધરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. નવા સમયપત્રકની જાણ યુનિવર્સિટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જો કે સાયબર એટેક અંગે હજી સુધી કોઇ કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે