ગુજરાતના વિકાસને વેગ આપવા અમિત શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?

અમિત શાહ  ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. 23 જાન્યુઆરીનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રૂ. 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે.

ગુજરાતના વિકાસને વેગ આપવા અમિત શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?

Amit Shah Gujarat Visit, ઝી બ્યુરો/અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. 23 જાન્યુઆરીનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 

ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું લોકાર્પણ
આ પ્રવાસ દરમિયાન, તેઓ રૂપિયા 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. ઉપરાંત, થલતેજ વોર્ડમાં રૂ.13 કરોડમાં શિલજ તળાવનું લોકાર્પણ કરશે. આ સિવાય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ વોર્ડમાં રૂપિયા 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. 

રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે
હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ પણ અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસમાં કરવાના છે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે.

ચેનપુર અન્ડરપાસને ખુલ્લો મૂકાશે
આ સિવાય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ રૂ. 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news