દિવાળીના તહેવારોમાં સુરતથી આ રાજ્યમાં જનારી ટ્રેનો થઈ હાઉસફૂલ! બે ટ્રેનોમાં કરાયો વધારો
સુરતથી દર વર્ષે દિવાળી અને છઠ પૂજા રહેવાથી ઉજવણી કરવા યુપી, બિહાર ત્રણ લાખથી વધુ પરપ્રાંતી મુસાફરો વતન જતા હોય છે. ગત રોજ વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ગત રોજ કરતા આજ રોજ બે ટ્રેનોનો વધારો સાથે 6 ટ્રેન દોડવામાં આવી રહી છે. ગત રોજ 4 ટ્રેન યુપી બિહાર માટે રવાના કરવામાં આવી હતી. 4 ટ્રેનની સામે 30 હજાર જેટલા મુસાફરોને ભીડ ઉધના રેલ્વે સ્ટેશન પર ઉમટી પડી હતી. મુંબઇ રેલ્વે વિભાગના DRM, રેલ્વે સિનિયર DSC સહિતનાં અધિકારીઓ ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ મુસાફરોને વારાફરતી ટ્રેનમાં બેસાડવાના આવી રહ્યા છે.
સુરતથી દર વર્ષે દિવાળી અને છઠ પૂજા રહેવાથી ઉજવણી કરવા યુપી, બિહાર ત્રણ લાખથી વધુ પરપ્રાંતી મુસાફરો વતન જતા હોય છે. ગત રોજ વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ઉધના રેલ્વે સ્ટેશન બહાર મુસાફરોનો ઘસારો ઉમટી પડ્યો હતો. ભીડ નાં કારણે અનેક મુસાફરો પ્લેટફોર્મ સુધી પહોંચી શક્યા ન હતા. રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત રેલવે અધિકારીઓને તૈનાત કર્યા હતા. રેલવે વિભાગે ગત રોજ યુપી બિહાર તરફ ચાર ટ્રેનો દોડ આવી હતી. પરંતુ ચાર ટ્રેનની સામે ૩૦ હજારથી વધુ મુસાફરોની ભીડ ઉધના રેલ્વે સ્ટેશન પર ઉમટી પડી હતી. ભીડી ને કાબુ કરવા રેલવે પોલીસને ભારે મહેનત કરવી પડી હતી. મુસાફરોને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી.અનેક મુસાફરોને ટ્રેનની બોગીમાં બેસવા સીટ પણ નહીં મળી હતી. અને કાવા મુસાફરો હતા જેમને રેલવેના ટોયલેટ પાસે બેસવાનું વારો આવ્યો હતો. સાથે જ આવા પર મુસાફરો હતા જેમની પાસે ટિકિટ હોવાથી છતાં પણ તેઓ રેલવે બોગીમાં બેસી શક્યા ન હતા.
સુરત જેમની ભારત તરીકે ઓળખાય છે અહીં યુપી બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યમાંથી પરપ્રાંતિયો નોકરી માટે આવતા હોય છે ત્યારે દિવાળી અને છઠપૂજાના તે વારના દિવસે મોટી સંખ્યામાં તેઓ પોતાના વતન તરફ રવાના થતા હોય છે. રેલ્વે વિભાગે દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ વેકેશન પર 85 વધુ ટ્રેનો દોડાવી રહી છે.આ ટ્રેનો 1380 ફેરા મારશે. પરંતુ ગતરોજ દિવાળીના વેકેશનની શરૂઆત થવાની સાથે જ રવિવાર હોવાથી મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર મુસાફરો પોતાના વતન જવા ઉધના રેલ્વે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. યુપી બિહાર તરફ જતી 4 ટ્રેનોની કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં મુસાફરનો ઘસારો જોવા મળ્યો હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજરોજ રેલવે વિભાગ દ્વારા યુપી બિહાર જનારી બે ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે આજરોજ તબક્કાવાર યુપી,બિહાર તરફ 6 ટ્રેનો રવાના કરવામાં આવી છે.મુંબઇ રેલ્વે વિભાગના DRM, રેલ્વે સિનિયર DSC સહિતનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ મુસાફરોને વારાફરતી ટ્રેનની બોગી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તબક્કા વાર એક એક કરીને યુપી બિહાર તરફ મુસાફરોને ટ્રેનમાં બેસાડી પોતાના વતન ગામ રવાના કરવામાં આવ્યા છે. ઝી 24 કલાકે મુસાફરોના પરથી હાલ આપીને લઈને એ વાલ પ્રસારિત કર્યો હતો. બાદ તંત્ર દ્વારા મુસાફરો ને સુવિધા પૂરી પાડવામાં આવતા મુસાફરોએ ઝી 24 કલાકનો આભાર માન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે