તમારા બાળકને 21 વર્ષની ઉંમરમાં બનાવો કરોડપતિ, જાણો શું છે 21X10X12 કરોડપતિ બનવાની આ ફોર્મ્યુલા
Crorepati Kaise Bane: જો તમે પણ તમારા બાળકના ભવિષ્ય માટે મોટું ફંડ જોડવા ઈચ્છો છો તો તે માટે મ્યૂચુઅલ ફંડ SIP માં રોકાણ કરવું સારો વિકલ્પ હશે. SIP માં 21X10X12 ની ફોર્મ્યુલા લગાવી તમે તમારા બાળકને 21 વર્ષની ઉંમરમાં કરોડપતિ બનાવી શકો છો.
Trending Photos
SIP Tips: બાળકોના ભવિષ્ય માટે બચત કરવી જરૂરી છે. બધા માતા-પિતાને પોતાના બાળકોના ભવિષ્યના અભ્યાસ અને લગ્નની ચિંતા હોઈ છે. તેવામાં માતા-પિતા બાળકોના બાળપણથી પૈસા ભેગા કરવાનું શરૂ કરે છે. જો તમે પણ તમારા બાળકો માટે બચત કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે ખુબ જરૂરી છે. આજે અમે તમને એક એવી ફોર્મ્યુલા વિશે જણાવીશું, જેનાથી તમારૂ બાળક માત્ર 21 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની શકે છે. આવો જાણીએ..
મ્યૂચુઅલ ફંડ SIP છે બેસ્ટ ઓપ્શન
જો તમે બાળકોના ભવિષ્ય માટે મોટુ ફંડ બનાવવા ઈચ્છો છો તો તમારા માટે મ્યૂચુઅલ ફંડ SIP માં તમારા બાળકો માટે રોકાણ કરવું સારો વિકલ્પ રહેશે. તેમાં રોકાણ કરી તમે બાળકો માટે સારૂ ફંડ જોડી શકો છો. મ્યૂચુઅલ ફંડ SIP માં 21X10X12 ની ફોર્મ્યુલા લગાવી તમે બાળકને 21 વર્ષની ઉંમરે કરોડપતિ બનાવી શકો છો.
21 વર્ષની ઉંમરમાં થઈ જશે બે કરોડનું ફંડ
મ્યૂચુઅલ ફંડ SIP માં 21X10X12 ની ફોર્મ્યુલા લગાવી તમે બાળક માટે 21 વર્ષની ઉંમરમાં 2 કરોડ સુધીનું ભંડ ભેગું કરી શકો છો. 21X10X12 ના ફોર્મ્યુલાનો અર્થ છે કે 21 વર્ષ સુધી દર મહિને 10,000 રૂપિયા મ્યૂચુઅલ ફંડ એસઆઈપીમાં રોકાણ કરવું પડશે, જેમાં તમને વાર્ષિક 12 ટકાનું રિટર્ન મળશે.
જો તમે તમારા બાળક માટે દર મહિને 10,000 રૂપિયા બચાવી મ્યૂચુઅલ ફંડ SIP માં રોકાણ કરો છો તો 21 વર્ષમાં તમે 25,20,000 સુધીનું ભંડ ભેગું કરી લેશો. માની લો કો જો તેમાં 16 ટકાનું રિટર્ન મળે છે તો તમને મળનાર રિટર્ન કુલ 1,81,19,345 રૂપિયા હશે. તેવામાં 21 વર્ષ બાદ તમે 2,06,39,345 રૂપિયા ભેગા કરી શકશો. 12 ટકાના દરે રિટર્ન મળે છે તો પણ તમે એક કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી લેશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે