લોકસભાની ચૂંટણી પહેલા 50 IAS અધિકારીને અપાયા બદલીના આદેશ, જાણો કોની ક્યાં કરાઈ બદલી?
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ 50 અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. 50થી વધુ આઈએએસ અધિકારીઓમાં ગાંધીનગર સહિતના કલેકટરોની બદલીના આદેશ કરાયા છે. જિલ્લા કલેકટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, સહિતના અધિકારીઓ બદલાયા છે. વિવિધ વિભાગોના વડાઓની પણ બદલી કરાઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર બદલીનો દોર શરૂ થયો છે. એક સાથે 50 જેટલા IAS અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ 50 અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. 50થી વધુ આઈએએસ અધિકારીઓમાં ગાંધીનગર સહિતના કલેકટરોની બદલીના આદેશ કરાયા છે.
જિલ્લા કલેકટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, સહિતના અધિકારીઓ બદલાયા છે. વિવિધ વિભાગોના વડાઓની પણ બદલી કરાઈ છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને બદલીના ઓડર કરાયા છે. 2009 થી 2020 બેચના આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી ,ખેડા, ગીર સોમનાથ, વલસાડ, સુરત, છોટાઉદેપુરના કલેકટરોની બદલી કરાઈ છે.
વડોદરા કલેકટર એ બી ગોર મુખ્યમંત્રી કાર્યાલયમા નિયુક્તિ કરાયા છે. ખાસ ફરજ પરના અધિકારી તરીકે ગોર મુકાયા છે. જ્યારે કે એલ બચાણી નવા માહિતી નિયામક તરીકે નિમણૂંક કરાયા છે. એમ.કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની બદલી અને ગાંધીનગર કલેક્ટર તરીકે કરાઈ છે. જ્યારે જી.ટી. પંડ્યા - કલેક્ટર, મોરબીની બદલી અને કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા તરીકે કરાઈ છે. બી એ શાહ જામનગર કલેકટરની વલસાડ કલેકટર તરીકે બદલી, અમિત યાદવ કલેકટર નવસારીથી ખેડા નડિયાદ બદલી કરાઈ છે. ટુરિઝમ માં એમડી સૌરભ પારધીની સુરત કલેકટર તરીકે બદલી કરાઈ છે. કે એલ બચાણી નવા માહિતી નિયામક બનાવાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે