ઉત્તરાયણમાં ચીકી બનાવવા માટે આ ગોળ છે ગુજરાતભરમાં ફેમસ, ખાલી આ જિલ્લામાં જ મળે છે...

નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતો જિલ્લો છે, અહી ખાસ મોટા ઉદ્યોગો નથી અને અહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ખેતીમાં પણ અહી શેરડી અને કેળાની ખેતી કરવામાં આવે છે અને તેને કારણે જ જીલ્લામાં ખાંડસરીનું કારખાનું પણ આવેલું છે.

ઉત્તરાયણમાં ચીકી બનાવવા માટે આ ગોળ છે ગુજરાતભરમાં ફેમસ, ખાલી આ જિલ્લામાં જ મળે છે...

ઝી બ્યુરો/નર્મદા: નર્મદા જિલ્લામાં ખાસ કરીને શેરડી અને કેળાની ખેતી થાય છે અને તેને કારણે જિલ્લામાં શેરડીમાંથી બનતા દેશી ગોળના કોલા જોવા મળે છે. આ ગોળ ની ખાસિયત એ છે કે કોઈ પણ હાનીકારક કેમિકલ વગર આ ગોળ બનાવવામાં આવે છે, ઉત્તરાયણમાં ચીકી બનાવવા માટે આ ગોળ ગુજરાતભરમાં નર્મદામાંથી જ વેચવામાં આવે છે. 

નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતો જીલ્લો છે અહી ખાસ મોટા ઉદ્યોગો નથી અને અહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને ખેતી માં પણ અહી શેરડી અને કેળા ની ખેતી કરવામાં આવે છે અને તેને કારણેજ જીલ્લામાં ખાંડસરી નું કારખાનું પણ આવેલું છે પરંતુ તેની સાથે સાથે અહી દેશી ગોળ પણ બનાવવવાના નાના નાના કોલા પણ જોવા મળે છે અને આ દેશી ગોળ હાનીકારક કેમિકલ વગરનો અને સ્વાદ માં મીઠો બનાવવામાં આવે છે. ઉપરાંત આને કારણેજ જીલ્લાના લોકોને તથા આજુબાજુના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના લોકોને રોજગારી પણ મળે છે તદ્દન સાદી પદ્ધતિ થી શેરડીનો રસ કાઢી આ રસ ને અલગ અલગ ત્રણ થી ચાર વખત ગરમ કરી દેશી અને બીનહાની કારક ગોળ બનાવવામાં આવે છે.

No description available. 

શેરડીને ખેતરમાંથી કટિંગ કરી કોલાપર લાવી ને પીલ્વામાં આવે છે અને તેનો રસ કાઢી જુદી જુદી ત્રણ થી ચાર ભઠી માં મુકેલા વાસણ પર આ રસ ને ગરમ કરી તેમાં ચિકાસ લાવવા કુદરતી રીતેજ ખેતરમાં ઉગી નીકળતી ભીંડી ની ભાજીનો રસ નાખવામાં આવે છે અને ખુબ ઉકાળ્યા બાદ આ રસ ને ઠંડો પડવાથી તેમાંથી ગોળ બને છે અને તેને પેકિંગ કરી ગુજરાતના જુદા જુદા ગામોમાં મોકલવામાં આવે છે આ ગોળ કેમિકલ વગર નો હોવાથી શરીર માટે હાની કારક નથી ઉપરાંત આ ગોળ ચીકણો હોવાથી ઉત્તરાયણ નિમિત્તે ચીકી બનાવવાના ઉપયોગમાં આવે છે અને ગુજરાતભર માં પ્રખ્યાત બનતો જાય છે. 

એટલુજ નહિ આ ગોળ ની માંગ સ્થાનિક ગામડાઓ ની સાથે સાથે મોટા શહેરો માં પણ રહે છે અને તેને કારણેજ અહી થી બહાર ના વેપારીઓ પણ આ ગોળ લેવા આવે છે આદિવાસીઓ ની મીઠાઈ ગણાતો ગોળ બીન હાનિકારક હોવાને કારણેજ ઉતરાયનમાં ચીકી બનાવવા વપરાય છે ગોળમાં મીઠાસની સાથે સાથે ચિકાસ પણ હોય છે અને તેથી ચીકી સારી બને છે જેને કારણે આ ગોળ ગુજરાત સહીત અન્ય રાજ્યો માં પણ અહી થીજ જાય છે વળી આ ગોળ ને પેક કરી મોલ માં વેચવામાં આવે છે વળી સાથે સાથે સ્થાનિકોને રોજગારી પણ પુરી પાડે છે.

No description available.

શિયાળો એ વસાણું આરોગી તંદુરસ્તી બનાવવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે ત્યારે વસાણામાં વપરાતો આ દેશી ગોળ આદિવાસીઓની મીઠાઈ કહેવા તો હતો અને હવે નવા આકર્ષક પેકીંગમાં મોલમાં સ્થાન પામી આદિવાસીઓની પુરક રોજગારી બન્યો છે, પરંતુ આ દેશી ગોળ એ આદિવાસીઓ ની મીઠાઈ તરીકે હજી પણ વધારે પ્રચલિત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news