બગાસુ ખાતા પતાસુ મળ્યું? જમીન કેસમાં પકડાયેલો વ્યક્તિ 35 ગુનાનો હિસ્ટ્રી શીટર નીકળ્યો
Trending Photos
રાજકોટ : ઘણા ગુનેગારો તો જન્મતાની સાથે જ જાણે કે ગુના ખોરીની દુનિયામાં પગ મૂકી દે અને ગુનેગારોમાં પણ દહેશત ફેલાવી દેતા હોય છે, ધોરાજી પોલીસે એક દિવસ પહેલા એક ગુનેગાર પકડી પડ્યો તેનો ગુનો હતો લેન્ડ ગ્રેબીંગનો પણ જયારે તેની હિસ્ટ્રી જોF તો ધોરાજી પોલીસ પણ દંગ રહી ગઈ. તે અઠંગ ગુનેગાર હોવાનું સામે આવ્યું અને તેણે 35 થી વધુ ગુનાને અંજામ આપી ચુક્યો હતો. થોડા દિવસ પહેલા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ધોરાજી નગરપાલિકાના આસિસ્ટન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ઓફિસર દ્વારા શહેરનો પ્રથમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો અને તેના આધારે ધોરાજી પોલીસે એક વ્યક્તિ સલીમ ઇસ્માઇલ કુરેશી ઉર્ફે બાબરને પકડી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.
શું છે ઘટના ? ધોરાજી પોલીસ કેટલા ગુનામાં અટક કર્યો છે બાબરને
ધોરાજી નગરપાલિકાના અધિકારીઓની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના આધારે ધોરાજીમાં રહેતા સલીમ ઇસ્માઇલ કુરેશી ઉર્ફે બાબરને મહારાષ્ટ્રના નાલાસોપારામાંથી પકડી પડ્યો, સલીમ ઉર્ફે બાબર ધોરાજી માં 6 જેટલા ગુના માં ફરાર હતો અને ધોરાજી પોલીસ તેને શોધી રહી હતી, ધોરાજી પોલીસ ને ખાનગી રાહે ખબર મળતા તેને મહારાષ્ટ્ર ના નાલાસોપારા માં થી ઝડપી લીધો હતો. હાલ તો સલીમ ઉર્ફે બાબર ઉપર ધોરાજીમાં નગરપાલિકાની જમીન ગેરકાદેસર રીતે કબ્જો કરીને તેની ઉપર દુકાન બનાવી લેવીનો મુખ્ય ગુનો છે સાથે તેની ઉપર ધોરાજી પોલીસ સ્ટેશનના 5 જેટલા ગુના જેમાં પ્રોહિબિશન, મારામારી, ધાકધમકી અને ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના ગુનામાં વોન્ટેડ હતો. 1 જામનગરના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. ધોરાજી પોલીસે હાલ તો તેને પકડી ને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે.
કોણ છે આ સલીમ ઉર્ફે બાબર ? કેટલા ગુના છે તેની ઉપર ?
પકડાયેલ સલીમ ઇસ્માઇલ કુરેશી ઉર્ફે બાબર એ એક રીઢો ગુનેગાર છે, તે કેટલો રીઢો ગુનેગાર છે તે તો તેના મોઢા ઉપર થી ખબર પડે છે પોલીસ હિરાસત માં હોવા છતાં તેના મોઢા ઉપર કોઈ બીક કે રંજ દેખાતો નથી. સલીમ ઇસ્માઇલ કુરેશી રહેવાસી ધોરાજી ઉમર 39 વર્ષ ગુના ખોરીની દુનિયામાં માત્ર 16 થી 17 વર્ષની ઉંમરે પાગલ મૂકી દીધા હતા. અને આજે તે 35 જેટલા ગુના કરીને ગુનાખોરીની દુનિયામાં બાદશાહ બની ચુક્યો છે. સલીમે માત્ર 16 વર્ષની ઉંમરે 1998 ની સાલમાં પહેલો ગુનો મારા મારી અને ધાક ધમકી અને જાનથી મારી નાખવાની ધમકીથી શરૂ થયો. અને આ સીલ સીલો રોજિંદો બની ગયો હતો. ધીમે ધીમે સલીમ અઠંગ ગુનેગાર બની ગયો અને તેનો ગુના નો ઇતિહાસ લાંબો થતો ગયો હતો.
તેણે કરેલા ગુના માં મારામારી તો સામાન્ય બાબત બની ગઈ હતી, સાથે ચોરી લૂંટ પણ સામેલ થઇ. જયારે દારૂ વેચવો તેના માટે સામાન્ય બાબત થઇ ગઈ હતી. ગુનાખોરીની દુનિયામાં તેને હદ વટાવતા તે હવે માનવ વધ એટલે કે હત્યા મર્ડર પણ કરી ચુક્યો હતો. વર્ષ 2011 માં ધોરાજી માં એક હત્યા પણ કરી ચુક્યો છે સાથે 2016 માં ધોરાજીમાં જ એક હત્યાની પ્રયાસનો ગુનો પણ કરી ચુક્યો છે. ધીમે ધીમે તેની ગુના નો આંકડો 35 જેટલો બની ગયો છે અને આજે એક રીઢો ગુનેગાર બની ચુક્યો છે. હાલ તો આ સલીમ ઉર્ફે બાબર પોલીસ હિરાસતમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે