જે ભાષા પાકિસ્તાન બોલે છે તેવી જ ભાષા કોંગ્રેસીઓ બોલી રહ્યા છે: CM રૂપાણી
લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઇને આજેથી ભાજપ દ્વાર ચાર દિવસ ગુજરાતના તમામ 26 બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી મહેસાણાથી આ વિજય સંકલ્પ સંમેલનની શરૂઆત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિનભાઇ પટેલ સહિતના ભજપના આગેવાનો ખાસ હાજર રહેશે.
Trending Photos
મહેસાણા: લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણીને લઇને આજેથી ભાજપ દ્વાર ચાર દિવસ ગુજરાતના તમામ 26 બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી મહેસાણાથી આ વિજય સંકલ્પ સંમેલનની શરૂઆત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિનભાઇ પટેલ સહિતના ભજપના આગેવાનો ખાસ હાજર રહેશે.
મોદી હે તો મુમકીન હૈ ના સૂત્ર સાથે સભાની શરૂવાત મુખ્યમંત્રીએ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આજથી સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશ ભરમાં શંખનાદ ફૂંકીને આજથી ચૂંટણી પ્રચાર સારું કર્યો છે. મહેસાણા સીટનો ઉમેદવાર જાહેર ન થયા તેમ છતાં આજે કાર્યકરો વિજય માટે મથી રહ્યા છે. કોંગ્રેસ માત્ર પરિવારની પાર્ટી બનીને રહી ગઈ છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં ખાનગી બસ ખીણમાં ખાબકતા સુરતના 6લોકોના મોત
એક ચા વાળો વડાપ્રધાન બને એ કોંગ્રેસને પચતું નથી. ભૂતકાળમાં જે લોકોના મોઢા જોવા પસંદ ન હતા એ અત્યારે ગઠબંધન કરીને બેઠા છે. અને એક મંચ પર ભેગા થઈ રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર ભાજપ સરકાર જ બનાવશે. પુલવામાં બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઈકથી કોંગ્રેસ વાળા ફફડી ગયા છે. દેશમાં અનેક આતંકવાદી હુમલા થયા છે પણ કોંગ્રેસ સરકારે કોઈ નક્કર પગલાં લીધા નથી. પુલવામાં આતંકવાદી હુમલા બાદ કરાયેલ એર સ્ટ્રાઈકથી કોંગ્રેસ ફફડી ગઈ છે.
તમાકુના ટેકાના ભાવનો મેનીફેસ્ટોમાં ઉલ્લેખ કરો નહિતો થશે નોવોટનું આંદોલન: ખેડૂતો
અમદાવાદ સહિત અનેક સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ યુપીએ સરકાર સમયે થયા હતા. પણ ક્યારેય કોઈ પગલાં ભર્યા નહોતા. વોટ બેન્કની રાજનીતિ, મુસ્લિમ મતો માટે કોંગ્રેસે કોઈ કાર્યવાહી નોહતી કરી. કંદહારની વાત કરે છે પણ મુફ્તી મોહમ્મદ સૈયદ અને ગુલામનબી આઝાદના પરિવાર માટે કોંગ્રેસે કોને છોડેલાએ દેશ જાણે છે. 2 દિવસ પહેલા સામ પિત્રોડાએ બફાટ કર્યો છે. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદ માટે જવાબદાર છે. તેમ છતાં કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલે છે.
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજવાની ભાજપે તૈયારી કરી લીધી છે. લોકસભાને લઈને જોરદાર તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાઈ છે. ભાજપા દ્વારા આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તારીખ 24થી 27 માર્ચ, 2019 દરમ્યાન ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય સંકલ્પ સંમેલનો યોજાશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તારીખ 26 માર્ચે ગાંધીનગર ખાતે યોજાનાર વિજય સંકલ્પ સંમેલનમાં હાજર રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે