વિશ્વનું સૌથી મોટુ સ્ટેચ્યું બનાવી વાહવાહી ઉઘરાવનાર BJP પર હવે સરદાર મુદ્દે જ ધોવાઇ રહ્યા છે માછલા

વિશ્વનું સૌથી મોટુ સ્ટેચ્યું બનાવી વાહવાહી ઉઘરાવનાર BJP પર હવે સરદાર મુદ્દે જ ધોવાઇ રહ્યા છે માછલા

* અમદાવાદ એરપોર્ટ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન 
* કોંગ્રેસ સરકારે જે સવલત ઉભી કરી તેના મલિક જનતાને બનાવ્યા: ચાવડા 
* અમદાવાદ એરપોર્ટનું નામ સરદારના નામે અપાયું ત્યારે ભાજપે વિરોધ કરેલો: ચાવડા 
* એરપોર્ટનું નામ બદલવાની ભાજપની મનસા હતીઃ ચાવડા 
* ખાનગીકરણ કરીને ભાજપે અંતે એરપોર્ટનું નામ બદલ્યું: ચાવડા 

અમદાવાદ : શહેરના એરપોર્ટના ખાનગીકરણ બાદ તેનું નામ બદલી અદાણી એરપોર્ટ કરાયું છે, ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ ભુલાતા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો સાથે નામ નહિ બદલવા ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ સરકાર જાહેર સવલતો ઉભી કરી તેના માલિક દેશની જનતાને બનાવતી હતી, નર્મદા યોજના, અમદાવાદ એરપોર્ટ અને કૃષિ યુનિવર્સિટીઓને સરદાર પટેલનું નામ આપી તેમને સન્માનિત કર્યા, જોકે ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે સરદાર પટેલનું નામ ભુલાવવા માગે છે, જે સમયે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલ એરપોર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે પણ ભાજપે વિરોધ કર્યો હતો. હવે એરપોર્ટનું ખાનગીકરણ કરીને તેમની વર્ષોજૂની મનસા સરદાર વલ્લભભાઇ પટેલનું નામ બદલીને પૂર્ણ કરી છે અને અમદાવાદ એરપોર્ટને અદાણી એરપોર્ટ નામ આપ્યું છે.. કોંગ્રેસે ચીમકી આપી છે કે માત્ર મત મેળવવા સરદાર પટેલનું નામ લેતી ભાજપ સરદાર પટેલના નામને એરપોર્ટ થી ભુલાવે નહીં, નહીંતર જલદ આંદોલન થશે.

ખેડૂત આંદોલન મુદ્દે CMએ કરેલા નિવેદન અંગે નેતાવીપક્ષ પરેશ ધાનાણીનું નિવેદન 
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને વળતર અંગે મુખ્યમંત્રી એ આપેલા નિવેદન બાદ વિધાનસભા નેતાવિપક્ષ પરેશ ધાનાણી એ નિવેદન આપી જણાવ્યું છે કે માવઠાથી થયેલા નુકસાનની સરકારે ખેડૂતોને સો ટકા વળતર આપવું જોઈએ. મંદી, મોંઘવારી વચ્ચે માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે, આ અગાઉ  અતિવૃષ્ટિ થી ખેડૂતોને નુકસાન થયું હતું, ત્યારે સરકારે પાક નુકશાન નુ વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી, પરંતુ હજીસુધી પૂર્ણ સહાય મળી નથી ત્યારે કમોસમી માવઠાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, સરકાર માવઠાથી થયેલા નુકસાનનો જલ્દીથી સર્વે કરાવે અને ખેડૂતોને સો ટકા વળતર આપે. આ સિવાય વીજળી બિલ તેમજ ડીઝલના ભાવ પણ ઘટાડવામાં આવે કે જેનાથી ખેડૂત પગભર થઈ શકે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news