ગુજરાતના આઇપીએસ અધિકારીની પત્નીના ખાતામાંથી રૂપિયા ઉપાડનાર ગેંગની ધરપકડ
ગુજરાતના આઇપીએસ અધિકારીના પત્નીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા પડાવનારી ગેંગના ચાર શખ્સોની સાયબર ક્રાઇમ બ્રાંચએ દિલ્લીથી ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં આવેલા આ શખ્સોનો નામ છે, શ્રધ્ધાનંદ , નમન શર્મા , વિવેક જુયાલ , સાયબર ક્રાઇમ બ્રાંચએ આ તમામની દિલ્લીના ગ્રેટર નોઈડા ખાતેથી ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતના આઇપીએસ અધિકારીના પત્નીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા પડાવનારી ગેંગના ચાર શખ્સોની સાયબર ક્રાઇમ બ્રાંચએ દિલ્લીથી ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં આવેલા આ શખ્સોનો નામ છે, શ્રધ્ધાનંદ , નમન શર્મા , વિવેક જુયાલ , સાયબર ક્રાઇમ બ્રાંચએ આ તમામની દિલ્લીના ગ્રેટર નોઈડા ખાતેથી ધરપકડ કરી છે.
દિલ્લીની ગેંગએ ગુજરાતના આઇપીએસ રાજકુમાર પાંડિયનના પત્ની ડો શાલિની પાંડિયન પાસેથી બેન્ક એકાઉન્ટ નંબર અને ઓટીપી મેળવી બેન્ક એકાઉન્ટમાંથી આ ગેંગે એક લાખ સાડત્રીસ હાજર રૂપિયા ઉપાડી લીધા હતા. પૈસા ઉપાડયાનો મેસેજ આવતા આઇપીએસના પતિ શાલિનીની પાંડિયનએ બેન્કમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, દિલ્લીમાં કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. ત્યારે ડો શાલિનીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ: છેલ્લા ત્રણ મહિનામાં બેંકોમાંથી 2762 નકલી નોટો પોલીસે કરી જપ્ત
સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ શરુ કરી જેમાં પહેલા જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. ત્યાં તપાસ કરી ત્યાર બાદ જે જે એટીએમ માંથી પૈસા ઉપાડયા હતા તે એટીએમના સીસીટીવી અને એટીએમ કાર્ડની વિગતો મળવીને આરોપી સુધી પોહચવામાં સફળતા મળી હતી. પોલીસેએ પણ તપાસ કરી કે ડો શાલિની વિગતો આરોપીઓ પાસે ક્યાંથી ત્યારે જાણવા મળ્યું હતું લે ડો શાલિની પાંડિયનએ લેકમે સલૂનની વિઝીટ લીધી હતી. જેની સર્વિસથી સંતોષ ન થયો હતો.
આઇપીએસના પત્ની દ્વારા ઓનલાઇન લેકમેને ફરિયાદ કરી હતી. જ્યાંથી ડો શાલિની પાંડિયનનો મોબાઈલ નંબર મેળવી આરોપીઓએ ફોન કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગે ગુજરાતના અન્ય લોકો સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી છે. આ સહીત ભરતના અન્ય રાજ્યમાં પણ આ ગેંગ કોલ કરી ઓટીપી મેળવી પૈસા પડાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે