અમેરિકાથી આવેલા 85 વર્ષના આ NRI દાદી વડાપ્રધાન મોદીના છે ’જબરા ફેન’
દેશભરમાં લોકસભાની ચુંટણી આખો દેશ એક મહા તહેવાર તરીખે ઉજવણી કરી રહ્યો છે. ત્યારે અમેરીકાથી આવેલ શારદાબા પણ પૂરા ભારતીય રાજનીતીમાં રંગાયેલા છે. વાત માત્ર ભારતની જ નહી પણ તેવો અમેરીકામાં હોય છે. ત્યારે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનુ એક પણ ભાષણ કે ન્યૂઝ મીસ નથી કરતા એટલા બધા તેવો વડા પ્રધાનના ફેન છે.
Trending Photos
લાલજી પાનસુરીયા/આણંદ: દેશભરમાં લોકસભાની ચુંટણી આખો દેશ એક મહા તહેવાર તરીખે ઉજવણી કરી રહ્યો છે. ત્યારે અમેરીકાથી આવેલ શારદાબા પણ પૂરા ભારતીય રાજનીતીમાં રંગાયેલા છે. વાત માત્ર ભારતની જ નહી પણ તેવો અમેરીકામાં હોય છે. ત્યારે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનુ એક પણ ભાષણ કે ન્યૂઝ મીસ નથી કરતા એટલા બધા તેવો વડા પ્રધાનના ફેન છે.
છેલ્લા વીસ પચીસ વર્ષથી અમેરીકામાં સ્થાયી થયેલ પંચાસી વર્ષના એનઆરઆઇ દાદી મોદીની નાન પણથી આજ સુધીની તમામ વાતો થી પરિચીત છે. સાથે સાથે દેશમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ કેવા અને કેટલા પ્રકારના કામો થયા તે પણ તેવો સારી રીતે જાણે છે. સાથે સાથે આજે તે અમેરીકા અને ભારતની સરખાણી કરવા લાગ્યા છે. અને આવતા સમયમાં જો નરેન્દ્ર મોદી ફરી વાર વડા પ્રધાન બને તો ચોક્ક્સ અમેરીકાને પણ પાછળ રાખી દે તેવો આપણૉ દેશ બની જાય તેવી પણ આશા સેવી રહ્યા છે.
સામાન્ય રીતે લોકો વિદેશમાં સ્થાય થયા પછી નામ માત્ર ભારત આવતા જતા હોય છે. અને તે પણ હરી ફરીને જતા રહેતા હોય છે. પણ શારદા બા ખાસ ગરમીની સીજન હોવા છતા આપણે ત્યાં લોકસભાની ચુંટણી હોય ખાસ અમેરીકાથી આવ્યા છે, પણ એક વાત નુ તેવોને ચોક્ક્સ દુખ છે કે, તે એનઆરઆઇ હોવાથી પોતાનો મત નરેન્દ્ર મોદીને નથી આપી શકવાના.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે