અનોખો આઇડીયા! ચાના રસિકો હવે વેફર કપમાં માણી શકશે ચાની મજા, 3 ફ્લેવરના કપને ખાઇ શકાશે
સામાન્ય રીતે માટીના કુલ્હડ કે સ્ટીલના ગ્લાસ વિક્લપ બની રહે છે, પરંતુ અહીંયા તો વેફર કપ બન્યા છે નવો વિકલ્પ. અને એ પણ ફ્લેવર વાળા વેફર કપ......
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: આગામી 20 જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિબંધ મૂક્યો છે. જેને લઇને વેપારીઓ તેના વિકલ્પ અપનાવતા થઇ ગયા છે.
આવો એક યુનિક વિકલ્પ શહેરના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી ન્યુ લકી ટી સ્ટોલના માલીક રાહુલ મિશ્રાએ અપનાવ્યો છે. જેમાં માટીના કુલ્હડ ઉપરાંત સ્ટીલના ગ્લાસતો અપાય જ છે, પણ સૌથી અલગ કહી શકાય એવો વિકલ્પ વેફર કપનો છે. અને એ પણ જુદા જુદા ત્રણ પ્રકારના ફ્લેવર ધરાવતા વેફર કપ. જીહા, એવા વેફર કપ કે જેમાં ચા પી લીધા બાદ તે કપને તમે ખાઇ પણ શકો છો.
શહેરમાં એકઠા થતા દૈનિક 25 લાખ પેપર ચા કપના કારણે સર્જાતી સફાઇ તેમજ ગટર બ્લોક થવાની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ચાની કિટલીઓ અને દુકાન પર વપરાતા પેપર કપના ઉપયોગ પર આગામી 20 જાન્યુઆરીથી પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને લઇને વેપારીઓ અને ગ્રાહકોમં અલગ અલગ પ્રતિક્રીયા જોવા મળી રહી છે. પરંતુ પરિવર્તન અપનાવવા ઇચ્છતા શહેરના એક ચા સ્ટોલ ધારકે એક અનોખો આઇડીયા અપનાવી સમયની સાથે તાલ મિલાવ્યો છે.
સામાન્ય રીતે માટીના કુલ્હડ કે સ્ટીલના ગ્લાસ વિક્લપ બની રહે છે, પરંતુ અહીંયા તો વેફર કપ બન્યા છે નવો વિકલ્પ. અને એ પણ ફ્લેવર વાળા વેફર કપ......
લોકો ચોકલેટ, વેનિલા અને ઈલાયચી ફ્લેવર્ડ વેફર કપમાં ચા પીને તેને ખાઈ પણ શકશે. અડધી ચાનો ભાવ રૂ.10થી 12 છે તેની વેફર કપ સાથેની કોસ્ટ રૂ.14થી 16 થઈ જશે. કુલ્લડમાં અપાતી ચા માટે રૂ.15 ચૂકવવા પડશે.
પેપર કપ પર આવી રહેલા પ્રતિબંધ પૂર્વે આસ્ટોડિયા દરવાજા પાસેના 51 વર્ષ જૂના ટી સ્ટોલ પર વેફર કપમાં ચા આપવાનું શરૂ કરાયું છે. વેફર કપમાં અપાતી ચા 25 મિનિટમાં પી જવી પડશે.
ટીસ્ટોલના માલિકે કહ્યું, અમે ચાની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. પરંતુ વેફર કપ અને કુલ્લડને કારણે કોસ્ટ વધી જાય છે. વધારાના રૂ.4 વેફરકપ અને કુલ્લડ માટે વસૂલાય છે.
તેમણે કહ્યું કે, અમે અમારા કાયમી કસ્ટમરને અમારા ખર્ચે સ્ટીલના ગ્લાસ ખરીદીને આપી દીધા છે. જેથી તેમના ઉપર નવો વધારો લાગુ નહીં પડે. મહત્ત્વનું છે કે, મ્યુનિ. એ ચાના પેપર કપ બંધ કર્યા હોય તે ગુજરાતનો આ પ્રથમ નિર્ણય છે. મ્યુનિ.ના જણાવ્યા પ્રમાણે પેપર કપ ઉપર પાબંદી મૂકવાના કારણે શહેરમાં આશરે 20 લાખ પેપર કપના વેસ્ટેજ ઉપર નિયંત્રણ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે