અહો આશ્ચર્યમ: ગુજરાત સરકારમાં મંત્રી ગામમાં ઝોળી લઇને અનાજ માંગવા નિકળ્યાં

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઝોળી લઈને નીકળ્યા હતા. કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચોહાણ ખભા પર ઝોળી લઈ નીકળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પોતાના માદરે વતન મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ ખાતે કેબિનેટ મંત્રી ઝોળી લઈ નીકળ્યા હતા. આજે મકરસંક્રાંતિ પર્વના દિવસે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચોહાણે પરંપરાગત ઝોળી લઈ ઘરે ઘરે ફરી ધાન્ય ઉઘરાવ્યું હતું. 
અહો આશ્ચર્યમ: ગુજરાત સરકારમાં મંત્રી ગામમાં ઝોળી લઇને અનાજ માંગવા નિકળ્યાં

અમદાવાદ : ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઝોળી લઈને નીકળ્યા હતા. કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચોહાણ ખભા પર ઝોળી લઈ નીકળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પોતાના માદરે વતન મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ ખાતે કેબિનેટ મંત્રી ઝોળી લઈ નીકળ્યા હતા. આજે મકરસંક્રાંતિ પર્વના દિવસે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચોહાણે પરંપરાગત ઝોળી લઈ ઘરે ઘરે ફરી ધાન્ય ઉઘરાવ્યું હતું. 

કદાચ પહેલીવાર કોઈ મંત્રી મકરસંક્રાતિની ઉજવણી ધાબા કે અગાસી પર નહી પરંતુ ઘરે ઘરે ફરીને ઝોળી પર્વના ભાગરૂપે ધાન ઘરાવતા જોવા મળી રહ્યા છે. મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વર્ષોથી આ જ પ્રકારે મકરસંક્રાતિ ના દિવસે ધાર્મિક પરંપરા મુજબ ઘેર ઘેર ફરી ઝોળીપર્વની ઉજવણી કરે છે.

વર્ષો થી મંત્રી આ રીતે પોતે ઝોળી લઈને પોતાના માદરે વતન વાંઠવાળી ગામ ખાતે ઘરે ઘરે ફરી ને ધાન્ય ઉઘરાવે છે. ત્યારે પોતાની ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થા મુજબ મકરસંક્રાતી ની ઉજવણી કરી.અત્રે ઉલ્લેખનીય છે કે, ગામની પરંપરા અનુસાર તેઓ દર વર્ષે આ પ્રકારે મકરસંક્રાંતિની ઉજવણી કરતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news