શેરબજારના દલાલની મોત પહેલાની હૃદય કંપાવી દે તેવી અંતિમ વાત, બાદમાં 7 મા માળથી કૂદી ગયા

Surat News : શેર દલાલે સ્યૂસાઈડ નોટ લખીને મોત વ્હાલુ કર્યુ છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મિત્ર દક્ષેશ મેવાણી પાસે ન્યાયની માંગ કરી છે

શેરબજારના દલાલની મોત પહેલાની હૃદય કંપાવી દે તેવી અંતિમ વાત, બાદમાં 7 મા માળથી કૂદી ગયા

ચેતન પટેલ/સુરત :વ્યાજખોરોના ત્રાસથી સુરતના શેરબજારના એક દલાલે 7 માળેથી કુદી આત્મહત્યા કરી છે. પ્રવીણ એલ કુંભાણી નામના શેર દલાલે સ્યૂસાઈડ નોટ લખીને મોત વ્હાલુ કર્યુ છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મિત્ર દક્ષેશ મેવાણી પાસે ન્યાયની માંગ કરી છે. 

કતારગામ વિસ્તારના પ્રવીણ કુંભાણીના અંતિમ શબ્દો ભલભલાને રડાવી દે તેવા છે. સ્યૂસાઈડ નોટમાં તેમણે ન્યાયની માંગ કરી છે. સાથે જ વ્યાજખોરોના ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ કે, લોકો તેમના આપેલા કરોડો રૂપિયા પરત આપતા નથી અને માંગનારા લોકો ત્રાસ આપતા હતા. જેથી તેઓ આત્મહત્યા કરી રહ્યાં છે. કતારગામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

- સૂસાઈટ નોટમાં વ્યાજખોરોનો કર્યો ઉલ્લેખ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માગ કરી#Gujarat #SuicideNote #ZEE24Kalak pic.twitter.com/8kCfTNBBlC

— Zee 24 Kalak (@Zee24Kalak) August 7, 2022

પ્રવીણ કુભાણીનો અંતિમ સંદેશ
રાજુભાઈ રાજકોટ-શેરબજાર ડબો, બાપ-શેરબજાર,દીલપભાઈ વરાછા અને તેજપાલ ભાવનગર, આ ભાઈ મારા 15 લાખ ખાઈ ગયા છે. હું આની પાસેથી જીતેલો હતો પણ પછી રૂપિયા આપ્યા નથી. તો અજયભાઈ આરવાલા આ ભાઈને મારું મકાન પચાવી જવું છે. મને બહુ હેરાન કરે છે. મારી પાસેથી પૈસા કઢાવ્યા એનું મારી પાસે લખાણ છે. તો બાબુભાઈ ગોધાણી ,ચીકુભાઈ ગોધાણી અને ચીકુભાઈની પત્ની આમને મેં પૈસા આપ્યા હતા જે પરત નથી આપતા. આ લોકો મને 5 વર્ષથી ઘક્કા ખવડાવે છે. મારે એમની પાસેથી લાખો રૂપિયા લેવાના છે. જેના મારી પાસે લખાણ છે. આ લોકોના લીધે વ્યાજવાળાઓએ મારી ઘણી સંપત્તિ વેચી નાખી છે. હું આ લોકોના લીધે રોડ પર આવી ગયો છું. આ લોકો પાસેથી પૈસા આવે તો મારા પરિવારનું ભરણ પોષણ ચાલે. મારા ગયા પછી મારા પરિવારને આ લોકો પૈસા આપી દે એવી મારી વિનંતી છે. હું આ લોકોના લીધે જ સ્યુસાઈડ કરી રહ્યો છું. પોલીસ ખાતાને મારી વિનંતી છે કે મારા પરિવારને ન્યાય અપાવે. આ જેટલા લોકોના નામ છે તેમણે મને બહુ ટોર્ચર કર્યો છે. આ વિશે મારા પરિવારને કોઈ જાણ નથી. મને આવું કરવા માટે આ લોકોએ મજબૂર કર્યો છે..મને સરકાર પર વિશ્વાસ છે કે પોલીસ ખાતું મારા પરિવારને ન્યાય અપાવશે. શ્રી હર્ષભાઈ સંઘવીને નમ્ર વિનંતી છે કે મારા પરિવારનું ધ્યાન રાખજો. હું તમારો એક સારો મિત્ર છું. માનનીય ગૃહમંત્રી સાહેબને વિનંતી કરું છું કે મારા પરિવારને કોઈ હેરાન ના કરે કોઈ તેનું ધ્યાન રાખે. મારા મિત્રોને અપીલ છે તે મારા પરિવાર સાથે ઊભા રહે.

મહત્વનું છે કે સૂસાઈડ કરનાર શેરબજારના દલાલે વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની વાત સૂસાઈડ નોટમાં કરી છે. જેમાં તેણે જણાવ્યુ છે કે લોકોને આપેલા કરોડો રૂપિયા પરત નથી આવી રહ્યા, જ્યારે પૈસા માંગનાર લોકો વારંવાર ત્રાસ આપી રહ્યા છે. સાથે જ મરનાર દલાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માગ કરી છે. અને પોતાના મિત્રને તેના પરિવાર સાથે રહેવા અપીલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news