ખાનગી હોસ્પિટલમાં 1 કરોડ 28 લાખના ખર્ચે થતી સારવાર સિવિલમાં મફતમાં થઈ! બચી ગયો દર્દીનો જીવ

First Successful Surgery In Gujarat At Surat Civil Hospital : ગુજરાતમાં સૌપ્રથમવાર સુરત સિવિલમાં સફળ સર્જરી... હિમોફિલિયા પીડિત યુવકની બ્લડની ટ્યુમર કાઢવા 1.28 કરોડના ઇન્જેક્શન અપાયા, ડોકટરો દેવદૂત બન્યા
 

ખાનગી હોસ્પિટલમાં 1 કરોડ 28 લાખના ખર્ચે થતી સારવાર સિવિલમાં મફતમાં થઈ! બચી ગયો દર્દીનો જીવ

Surat News સુરત : સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ છે. રાજ્યમાં પ્રથમ હિમોફિલિયા બીમારીનીના દર્દીની સફળ સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જે બીમારીને દૂર કરવા ખાનગી તબીબો 1 કરોડ 28 લાખ વસૂલે છે, તે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર સિવિલ હોસ્પિટલમાં મફતમાં કરી આપવામાં આવી હતી. આ સર્જરી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દી પર કરવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોને સફળતા પ્રાપ્ત થઈ છે. 

41 વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહને હિમોફિલિયા ડિટેક્ટ થયો હતો. દર્દી લાલુભાઈ લોહ અનાથ અને વિકલાંગ હોવાથી એટલું ખર્ચ ચૂકવી શકે તેમ ન હતો. તેથી તે અમરેલીથી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યો હતો. દર્દીને ખાનગી હોસ્પિટલોમાં રૂપિયા 1 કરોડોથી વધુનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો. પરંતું સિવિલ હોસ્પિટલના તબીબોએ PSEUDOTUMOR removel ની સર્જરી સફળતાપૂર્વક કરી હતી. 

દર્દી લાલુની EMICIZUMAB પ્રોફાઇલ એક્સેસની સારવાર ચાલી રહી છે. EMICIZUMAB પ્રોફાઇલ એક્સેસની સારવાર લેનાર ગુજરાતમાં પ્રથમ સર્જરી કહી શકાય. દર્દીને રૂપિયા 1 કરોડ 28 લાખની ફેક્ટર્સ સેવન 2 MG ના 160 VIALS ટોટલ 320 MG વાઈલનો ઉપગોગ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે થતી સર્જરી સિવિલ હોસ્પિટલમાં મફત કરવામાં આવી હતી. 

સર્જરી બાદ દર્દીએ સિવિલ હોસ્પિટલ સહિત સરકારનો આભાર માન્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલ મફ્તમાં સારવાર કરવામાં આવતા દર્દીએ સરકારનો આભાર માન્યો. 

રક્તસ્ત્રાવ ડિસઓર્ડર શું છે
રક્તસ્ત્રાવ ડિસઓર્ડર ધરાવતા લોકોમાં, જેમ કે હિમોફિલિયા A અથવા B, અથવા વોન વિલેબ્રાન્ડ રોગ, રક્ત ગંઠાઈ જવાની પ્રક્રિયા યોગ્ય રીતે કામ કરતી નથી, જેના પરિણામે તેમને સામાન્ય કરતાં વધુ સમય સુધી રક્તસ્ત્રાવ થઈ શકે છે અને કેટલાક લોકો સ્વયંસ્ફુરિત થઈ શકે છે રક્તસ્ત્રાવ સાંધા, સ્નાયુઓ અથવા તેમના શરીરના અન્ય ભાગો વિકાસ અને કાયમી ગતિશીલતા સમસ્યાઓ તરફ દોરી શકે છે. હિમોફિલિયા અને અન્ય રક્તસ્ત્રાવ વિકૃતિઓ આંકડાકીય રીતે અન્ય ક્રોનિક રોગો કરતાં વધુ દુર્લભ છે (10,000માંથી માત્ર 1 હિમોફિલિયાથી પીડાય છે). જ્યારે સરકારી સ્તરે ભંડોળ અને એક્સપોઝરની વાત આવે છે ત્યારે આ વિકૃતિઓને ઘણીવાર અવગણવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news