સુરત: જૈન સંપ્રદાયના ગુણરત્નસુરીશ્વરના ઉત્તરાધિકારી તરીકે પુણ્યરત્નસુરીશ્વરનાં નામની જાહેરાત
Trending Photos
સુરત : જીનશાસનમાં દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસુરીશ્વર મહારાજ સાહેબે ગત્ત મંગળવારે બ્રહ્મમુહર્તમાં મહાનિર્વાણ લીધું. આચાર્ય રશ્મિરત્ન સુરીશ્વરનાં માર્ગદર્શન હેઠળ ગુણરત્નસુરીશ્વરની થ્રીડી ડિજિટ્ ગુણાનુવાદસભા યોજાઇ હતી. જેમાં 50થી વધારે મુર્ધન્ય આચાર્ય ભગવંતોએ શ્રદ્ધાંજલી આપી હતી. 26 ખ્યાતનામ પ્રવક્તાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગુણરત્નસુરીશ્વરનાં ઉત્તરાધિકારીના નામની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં તેમના ઉત્તરાધિકારી તરીકે પુણ્યરત્નસુરીશ્વરનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.
રશ્મિરત્નસુરીશ્વરે કહ્યું કે, દીક્ષાદાનેશ્વરી મહારાજે એક વર્ષ પૂર્વે ભાવિ વ્યવસ્થા અંગે પત્ર બંધ કવરમાં ગચ્છાધિપતિ જયઘોષસુરીશ્વરને આપ્યો હતો. હાલમાં ગચ્છાધિપતિ રાજેન્દ્રસુરીની આજ્ઞા અનુસાર તે પત્ર જાહેર કરાયો હતો. જેમાં ગુરૂદેવનાં ગ્રુપમાં 700 અઠ્ઠમતપનાં મહાન તપસ્વીએ પુણ્યરત્ન સુરીશ્વર ઉત્તરાધિકારી તરીકે જાહેર થયા હતા. તેઓ સંપુર્ણ સમુદાયનું સંચાલન કરશે.
પુણ્યરત્નસુરીશ્વરની સહાયક તકીરે રશ્મિરત્નુરીજી રહેશે. 370 શ્રમણી સાધ્વીગણનું સંચાલન રશ્મિરત્નસુરીશ્વર કરશે. આજ સુધી જે ભાઇની દીક્ષા થાય તેની પાછળ રત્ન અને બહેનની પાછળ રેખા લાગતું હતું. તે પરંપરા યથાવત્ત રાખવામાં આવશે. ગુણરત્નસુરીશ્વરના આદર્શો પર જ સમગ્ર પંથનું સંચાલન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે