રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદના નારા ‘મક્કા’માં ગુંજ્યા, કરાયું ધ્વજવંદન

સુરત: 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી આખા ભારત દેશમાં કરવામાં આવી હતી. જ્યારે મક્કા મદીના ખાતે ગયેલા ગુજરાતના હાજીઓએ પણ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી મકકા ખાતે કરી હતી

રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદના નારા ‘મક્કા’માં ગુંજ્યા, કરાયું ધ્વજવંદન

કિરણસિંહ ગોહિલ, સુરત: 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી આખા ભારત દેશમાં કરવામાં આવી હતી. જ્યારે મક્કા મદીના ખાતે ગયેલા ગુજરાતના હાજીઓએ પણ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી મકકા ખાતે કરી હતી. જેમાં હાજીઓએ રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદના નારા ‘મક્કા’માં લગાવ્યા હતા.

આખા વિશ્વના 30 લાખથી વધુ હાજીઓ મક્કા ખાતે એકત્ર થયા હતા. ત્યારે ચાલુ વર્ષે હજ યાત્રાએ ભારત દેશના 2 લાખ જેટલા હજ યાત્રીઓ મક્કા ખાતે ગયેલા છે અને શાંતિ પૂર્ણ માહોલમાં હજના દિવસો પૂર્ણ કર્યા હતા. ગઇકાલે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી આખા ભારત દેશમાં કરવામાં આવી હતી. જ્યારે મક્કા મદીના ખાતે ગયેલા સુરત અને અમદાવાદ જિલ્લાના હાજીઓએ પણ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી મકકા ખાતે કરી હતી.

જેમાં હાજીઓએ રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદના નારા ‘મક્કા’માં લગાવ્યા હતા. આ સાથે ભારત દેશની તરક્કી થાય અને શાંતિ અને સલામતી કાયમ રહે અને દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો હળી મળીને રહે એવી તમામ હાજીઓએ દુઆ ગુજારી હતી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news