"સુરત મેં રહેના હે યા જાના હૈ, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ", નૂપુર શર્માને સમર્થન આપનાર વેપારીને ધમકી
સુરતમાં રહેતા વિશાલ પટેલ નામના વેપારીએ તેમના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર નૂપુર શર્માના સમર્થનમાં સ્ટોરી અપલોડ કરી હતી. જેને લઈને અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોતની ધમકી આપવામાં આવી હતી. નૂપુર શર્માની અપલોડ કરેલી સ્ટોરી બાબતે માફી માંગતા હોય તેવી કોમેન્ટ કરી હતી.
Trending Photos
તેજસ મોદી/સુરત: ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માએ આપેલા વિવાદી નિવેદન બાદ તેમના નિવેદનને સમર્થન કરનારાઓને ધમકી આપવામાં આવી રહી છે, તો ક્યાંક હત્યા પણ કરવામાં આવી રહી છે, તેને લઈને પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. સુરતના વેસુમાં રહેતા અને રાહુલરાજ મોલમાં દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં રહેતા વિશાલ પટેલ નામના વેપારીએ તેમના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર નૂપુર શર્માના સમર્થનમાં સ્ટોરી અપલોડ કરી હતી. જેને લઈને અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોતની ધમકી આપવામાં આવી હતી. નૂપુર શર્માની અપલોડ કરેલી સ્ટોરી બાબતે માફી માંગતા હોય તેવી કોમેન્ટ કરી હતી. આ સ્ટોરી તાત્કાલિક ડિલિટ કરી તેમ છતા પણ ઇન્સ્ટાગ્રામ પરથી અપશબ્દો તથા સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફીલ હાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે કહી ને ધમકીઓ આપવામાં આવી હતી.
આરોપીઓએ વેપારીને ''સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફીલહાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે'' કહી ધમકી આપી હતી. ડીસીપી ઝોન 3 સાગર બાઘમારેએ જણાવ્યું હતું કે વિશાલ પટેલ નામના વેપારીએ તેમના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર નૂપુર શર્માના સમર્થનમાં સ્ટોરી અપલોડ કરી હતી. જેને લઈને અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોતની ધમકી આપવામાં આવી હતી.
નૂપુર શર્માની અપલોડ કરેલી સ્ટોરી બાબતે માફી માંગતા હોય તેવી કોમેન્ટ કરી હતી. આ સ્ટોરી તાત્કાલિક ડિલિટ કરી તેમ છતા પણ ઇન્સ્ટાગ્રામ પરથી અપશબ્દો તથા સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફીલ હાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે કહી ને ધમકીઓ આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા ઉપર નૂપુર શર્માના સમર્થન પણ જો કોઈ વ્યક્તિ કરે તો સીધા તેને જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ આપવાની શરૂ થઈ ગઈ હતી. ઇન્સ્ટાગ્રામના કેટલાક આઈડી મોહમદ અયાન મોહમદ નઇમ આતસબાજીવાલા, રાસીદ રફીક ભુરા, આલીયા મોહમ્મદ અલી ગગન, મુના મલિક, શેહઝાદ કટપીસવાલા ફૈઝાન પરથી ધાક ધમકી આપીને ડરનો માહોલ ઉભો કરવા માગી રહ્યા છે.
પોલીસ પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. કારણ કે જે પ્રકારે કનૈયાલાલની હત્યા થઈ ત્યાર પછી કોઈપણ રાજ્યની પોલીસ કોઈપણ ધમકીને હળવાશથી લેતી નથી. થોડા દિવસ અગાઉ વધુ એક યુવકને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મહંમદ અયાન આતસબાજીવાલા સુરતના જાણીતા પરિવારમાંથી આવે છે. તેની ધરપકડ થતાં જ શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ કેસના અન્ય આરોપીઓને પણ પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ પહેલો કિસ્સો નથી. આ સિવાય પણ એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા તેને પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યું છે.
થોડા દિવસ અગાઉ વધુ એક યુવકને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મહંમદ અયાન આતસબાજીવાલા સુરતના જાણીતા પરિવારમાંથી આવે છે. તેની ધરપકડ થતાં જ શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે