આજની પોઝિટિવ સ્ટોરી : પહેલીવાર કોઈની મદદ વગર બોર્ડની પરીક્ષા આપશે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી, ગુજરાતનો પ્રથમ કિસ્સો
Board Exam 2024 : આનંદ ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી હશે જે વિકલાંગ વ્યક્તિ હોવાને કારણે કોઈ પણ મદદનીશ વગર લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે... આ માટે તેણે તૈયારી કરી લીધી છે
Trending Photos
Surat Blind Student : સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતનો 100 ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યો છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપનાર ગુજરાતમાંથી આ એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હશે. જે માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષામાં ઓનલાઈન મોડમાં બેસશે. આનંદ ભાલેરાવ સુરતની અંધજન મંડળ સંચાલિત અંબા બેન મગનલાલ અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે.
આનંદ જન્મથી જ બંને આંખોથી જોઈ શક્તો નથી. જ્યારે તે સાતમા ધોરણમાં ભણતો હતો. ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે. તેથી આનંદે તેની દૃષ્ટિને તેના જીવનના માર્ગમાં આવવા ન દીધી. અન્ય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કરતા તેને ટેકનોલોજીનો ઉપયોગથી પરીક્ષા આપવાનો નક્કી કર્યું અને શાળાએ તેની મદદ કરી. બંને આંખથી દેખાતું નથી પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ આનંદ સામાન્ય કમ્પ્યુટર કીબોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે. મૂળ મહારાષ્ટ્રના આનંદના પિતા મજૂરી કામ કરે છે, જેથી તે અંધજન શાળાના હોસ્ટેલમાં રહીને ધોરણ 12 તેની તૈયારી કરે છે. કોઈપણ નિર્ભર ના રહેવું પડે આ હેતુથી તેણે કોઈપણ સહાયકની મદદ વગર પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી.
આનંદે જણાવે છે કે નાનપણથી જ તેને દેખાતું નથી, પરંતું જીવનમાં તે આગળ વધવા માંગે છે, પરંતુ કોઈની મદદ વગર. આ સૂત્ર સાથે તેને નક્કી કર્યું હતું કે બોર્ડની પરીક્ષામાં પણ તે કોઈ પણ સહાયક વગર પરીક્ષા આપશે. શાળામાં જે ટેકનોલોજીથી બનાવવામાં આવે છે તે ટેકનોલોજીથી ભણવાની શરૂઆત કરી. પરીક્ષા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે હવે તે ટાઈપિંગ પર ફોકસ કરી રહ્યો છું. કારણ કે ટાઈપિંગ સ્પીડ સારી હશે તો પોતે સમયસર તમામ સવાલોના જવાબ લખી શકીશ. તેના પિતા મજૂરી કરે છે તેમના તેમના જીવનમાં આજે રંગ નથી તે રંગ આપવામાં માગું છું, હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું. જેથી મારી જેમ અન્ય વિદ્યાર્થીઓ પણ વગર કોઈ સહાયક પરીક્ષા આપે અને નિર્ભર બને.
અંધજન શાળાના આચાર્ય મનીષા ગજ્જરએ જણાવ્યું હતું કે, આનંદે શાળામાં ઉપલબ્ધ ટેક્નિકલ ટેક્નોલોજી દ્વારા અભ્યાસ શરૂ કર્યો. હવે તે કોઈપણ આસિસ્ટન્ટ વગર સીધા જ કોમ્પ્યુટરમાં તેના જવાબો લખી શકે છે. આથી તેને આવનારી બોર્ડની પરીક્ષામાં આસિસ્ટન્ટ લેવાની જરૂર નથી. આણંદે પોતે જ જવાબ લખ્યો હતો. બોર્ડે કહ્યું છે કે તેઓ આ વખતે પરીક્ષામાં કોઈપણ સહાયક વિના હાજર રહેશે. ત્યારબાદ ગુજરાત બોર્ડે તેમની માંગણી સ્વીકારી છે.
આનંદ ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી હશે જે વિકલાંગ વ્યક્તિ હોવાને કારણે કોઈ પણ મદદનીશ વગર લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે. સામાન્ય કીબોર્ડ પર તે સોફ્ટવેરનું માધ્યમથી જે પણ શબ્દ ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. ટોપ બેક નામનું સોફ્ટવેર છે, જેની મદદથી જે શબ્દ તેઓ કીબોર્ડ પર ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. જે પ્રશ્નપત્ર મળશે તે એક્ઝામિનર તેને પ્રશ્ન વાંચીને બતાવશે અને ત્યારબાદ આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે