ગુજરાત વિદ્યાપીઠમાં હવે અભ્યાસ કરવો મોંઘો પડશે, વિવિધ અભ્યાસક્રમોના ફીમાં કરાયો વધારો
ગુજરાત વિદ્યાપીઠમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતા અભ્યાક્રમોમાં 10 ટકા જેટલો ફી વધારો ઝીંકાયો છે. આગામી બે વર્ષ સુધી ફીમાં કરાયેલો વધારો લાગુ રહેશે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાપીઠમાં ભણવું હવે વિદ્યાર્થીઓ માટે મોંઘુ બનશે. ગુજરાત વિદ્યાપીઠમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતા અભ્યાક્રમોમાં 10 ટકા જેટલો ફી વધારો ઝીંકાયો છે. આગામી બે વર્ષ સુધી ફીમાં કરાયેલો વધારો લાગુ રહેશે.
ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ભરત જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી અભ્યાસક્રમોની ફીમાં વધારો કરાયો નહોતો. વિદ્યાપીઠની ઇન્ટરનલ રિસીપ્ટ મુજબ મળતી એમાઉન્ટ ખૂબ ઓછી હતી, જેના કારણે અનેક વિદ્યાર્થીલક્ષી કાર્યો અટવાતા હતા. એકસાથે ફીમાં વધુ વધારો વાલીઓ માટે આકારો પડે, એટલે 10 ટકાનો ફી વધારો બે વર્ષ સુધી લાગુ કર્યો છે. બે વર્ષ બાદ કમિટી ફરી ચર્ચા કરશે અને જરૂર લાગશે તો ફી વધારવા અંગે નિર્ણય લેવાશે. ગુજરાત વિદ્યાપીઠને હાલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરફથી સેલેરી અને પેંશન મળે છે. નોન સેલેરી કમ્પોનેન્ટ હવે UGC માંથી વિદ્યાપીઠને મળતું નથી.
બીજી બાજુ, ગુજરાત વિદ્યાપીઠમાં નવા કુલ સચિવ સહિત નવા ટ્રસ્ટી મંડળ અને બોર્ડ ઓફ ગવર્નરના સભ્યો આવ્યા બાદ દિવસના દિવસે મહત્વના સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. હવે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિઘ પ્રોસેસ ફીમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ અલગ અભ્યાસક્રમની સાથે અન્ય પ્રોસેસ ફીમાં 6 થી 10 % સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
વિદ્યાપીઠ સત્તા મંડળ દ્વારા યુ જી પી જી ડિપ્લોમા અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની પ્રોસેસ ફીમાં 10% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠના સત્તાધીશો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે યુ.જી.સી દ્વારા જે ગ્રાન્ટ મળે છે તેમાંથી કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં વપરાઈ જતો હોય છે. જેથી હવે વિદ્યાપીઠના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરવા માટે લાંબા સમય બાદ એજ્યુકેશન ફી, ઇન્ટર્નલ પરીક્ષા ફી, સ્ટુડન્ટ વેલ્ફેર ફી, પ્રોફેશન કમ્પીટન્સી ફી, કરિક્યુલર એક્ટિવિટી ફી, પ્રેકટિકલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે