પ્રતિકલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે ‘વાયુ વાવાઝોડું’,આવશે ભારે વરસાદ
વાયુ વાવાઝોડુ આજે મોડી રાત્રે કચ્છના દરિયા કિનારે ડીપ્રેશનના સ્વરૂપમાં ટકરાશે જેને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાયુના ડિપ્રેશનના પગલે કચ્છમાં 40 થી 50 કિલોમીટર પ્રતિકલાક પવન ફુકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Trending Photos
અમદાવાદ: વાયુ વાવાઝોડુ આજે મોડી રાત્રે કચ્છના દરિયા કિનારે ડીપ્રેશનના સ્વરૂપમાં ટકરાશે જેને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાયુના ડિપ્રેશનના પગલે કચ્છમાં 40 થી 50 કિલોમીટર પ્રતિકલાક પવન ફુકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. પવનની ગતીને પગલે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં વાયુ વાવાઝોડુ ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ છે. જે અગામી છ કલાકમાં ડીપ્રેશનમાં ફેરવાશે ડીપ ડીપ્રેશન હાલ નલિયાથી દક્ષિણ પશ્વિમ 235 કિમી,દ્વારકાથી દક્ષિણ પશ્વિમ 220 અને ભુજથી દક્ષીણ પશ્વિમ 320 કિમી દુર છે.
પ્રતિકલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. આજે મોડી રાત્રે ડીપ્રેશન સ્વરૂપે કચ્છના નલીયા અને લખપત વચ્ચે ટકરાશ ભારે વરસાદની શક્યતાને પગલે સરકારે એનડીઆરફની ટીમોને સજ્જ રાખી છે. રાજ્યમા કુલ 24 એનડીઆરએફની ટીમો કરાઈ તૈનાત કરાઇ છે.
કચ્છ-5 ટીમ પોરબંદર, જામનગર, દ્રારકા, મોરબીમાં બે-બે ટીમો રખાઈ છે. જુનાગઢ, પાટણ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, બનાસકાંઠા જિલ્લામા એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે ગાંધીનગર ખાતે બે ટીમો સ્ટેંડ બાય રાખવામાં આવી છે. અને સુરક્ષાને લઇને સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
NDRF ની 3 ટુકડીઓ કચ્છમાં સ્ટેન્ડ બાય
વાવાઝોડાની અસરને પગલે કચ્છ, પોરબંદર, દ્વારકાનો દરિયો તોફાની થતો હોવાનું જોવા મળી રહ્યો છે. તો આ દરિયાઈ વિસ્તારના વસ્તીમાં પણ લોકોને સતર્ક કરાવી દેવામાં આવ્યા છે. ફરી તોફાનને પગલે NDRFની 3 ટુકડીઓ કચ્છમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 17 અને 18 તારીખે કોઈ સ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે સતર્ક રહી ને વહીવટી તંત્રે કવાયત હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે