સ્ટેટ GST વિભાગનો ગુજરાતભરમાં સપાટો: અમદાવાદ, સુરત અને વડોદરાના 21 ક્લિનિકના 40 સ્થળો પર દરોડા
બોગસ બીલિંગને ડામવા માટે GST દ્વારા કાર્યવાહીનો ધમધમાટ ફરી એકવાર શરૂ કર્યો છે. બોગસ બોલિંગને લઈને મહાનગરોમાં સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા છે. તેવામાં સ્ટેટ GST વિભાગે સુરતમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: સ્ટેટ GST વિભાગે બોગસ બિલિંગ મામલે કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ GST વિભાગના ગુજરાતભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. બોગસ બીલિંગને ડામવા માટે GST દ્વારા કાર્યવાહીનો ધમધમાટ ફરી એકવાર શરૂ કર્યો છે. બોગસ બોલિંગને લઈને મહાનગરોમાં સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા છે. તેવામાં સ્ટેટ GST વિભાગે સુરતમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ GST વિભાગના ગુજરાતભરમાં 40 સ્થળો પર દરોડામાં કોસ્મેટીક સર્જરી, સ્કીન-હેર ટ્રીટમેન્ટ, પ્લાસ્ટિક સર્જરીના એકમ પર દરોડા પાડ્યા છે. અમદાવાદમાં 9 ક્લિનીકનાં 16 સ્થળો પર દરોડા પડ્યા છે. જ્યારે વડોદરામાં 5 ક્લિનીકનાં 9 સ્થળો પર દરોડા પડ્યા છે. તેમજ સુરતનાં 5 ક્લિનિક પર 15 સ્થળોએ દરોડા પડ્યા છે. ત્યારે કુલ 21 ક્લિનીક અને 40 સ્થળો પર સ્ટેટ GST દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
સિન્થેટિક તેમજ ફિલામેન્ટ યાર્નના ઉત્પાદકો પર સ્ટેટ GSTના દરોડા
સુરતમાં સ્ટેટ GST વિભાગે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. સ્ટેટ GST વિભાગે સિન્થેટીક તેમજ ફિલામેટ યાર્નના ઉત્પાદક ગૃપ પર દરોડા પાડ્યા હતા. શહેરના 4 સ્થળો ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ GST વિભાગે કુલ 5.75 કરોડ રૂપિયાની કરચોરી ઝડ્પી પાડી છે. એટલું જ નહીં, સ્ટેટ જીએસટી વિભાગે 2.40 કરોડની કરી વસુલાત કરી છે. સમગ્ર મામલે GST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનો પૂર્ણ થયા બાદ GST વિભાગ દ્વારા વેપારી, ડોક્ટરોની આવકની ચકાસણી તેમજ ટેક્ષની ચૂકવણી કર્યા બાદ જો શંકાસ્પદ વ્યવહારો લાગે તે જીએસટી વિભાગ દ્વારા રેડ કરી તપાસ કરવામાં આવે છે. ત્યારે આજે રાજ્યમાં 40 સ્થળો પર જીએસટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે. ત્યારે વેરાપાત્ર સેવાની સ્ટેટ જીએસટી ચકાસણી કરી વેરો નક્કી કરવામાં આવશે. સ્ટેટ જીએસટી દ્વારા તમામ સ્થળો પર તપાસ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે