યાત્રાધામ શામળાજીમાં ચાંદીના રથમાં બિરાજમાન થઇ શામળિયાની નિકળી રથયાત્રા

આજે અષાઢી બીજ નિમિત્તે સમગ્ર દેશમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ ઉત્સવની અરવલ્લી જીલ્લામાં પણ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરાઈ હતી. યાત્રાધામ શામળાજી ખાતે પણ ભગવાન શામળીયાની રથયાત્રા કઢાઈ હતી ચાંદીના રથમાં ભગવાન લાલજી મહારાજને બિરાજમાન કરી મંદિર પરિસરમાં પાંચ આંટા ફેરવાયા હતા.

યાત્રાધામ શામળાજીમાં ચાંદીના રથમાં બિરાજમાન થઇ શામળિયાની નિકળી રથયાત્રા

સમીર બલોચ/અરવલ્લી:  આજે અષાઢી બીજ નિમિત્તે સમગ્ર દેશમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ ઉત્સવની અરવલ્લી જીલ્લામાં પણ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરાઈ હતી. યાત્રાધામ શામળાજી ખાતે પણ ભગવાન શામળીયાની રથયાત્રા કઢાઈ હતી ચાંદીના રથમાં ભગવાન લાલજી મહારાજને બિરાજમાન કરી મંદિર પરિસરમાં પાંચ આંટા ફેરવાયા હતા.

આ પ્રસંગે અનેક ભક્તો વરસતા વરસાદ વચ્ચે ભગવાન શામળીયાની રથયાત્રામાં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો રથયાત્રા બાદ ભક્તોને ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો. જ્યારે જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા બાલક નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથની ૩૭મી રથયાત્રા કઢાઈ હતી.

સમગ્ર મોડાસા શહેરમાં ફરી સાંજે નિજ મંદિરે પરત ફરશે આ રથયાત્રામાં પણ ૧૫૦ કિલો મગ અને જાંબુનો પ્રસાદ વહેચવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે જીલ્લામાં લોકોએ ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news