'કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, પરંતુ આંતરિક લોકશાહી અશિસ્ત તરફ ન જાય તે અમારી પણ જવાબદારી છે': શક્તિસિંહ
રાજ્યમાં હાલ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે અને તેઓ રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મળીને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રયાસ કરશે તેવી ચર્ચા વચ્ચે રાજકોટમાં આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સર્વે કઈ રીતે અને કેમ થતા હોય તે સૌ કોઈ જાણે જ છે.
Trending Photos
ઝી ન્યૂઝ/રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજનીતિમાં દરરોજ અલગ જ પ્રકારનો ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે જિલ્લા કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. તેમણે રાજકોટમાં નરેશ પટેલ, હાર્દિક પટેલ અને મોંધવારી મુદ્દે અલગ અલગ નિવેદન આપ્યા હતા.
નરેશ પટેલ મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
રાજ્યમાં હાલ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે અને તેઓ રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મળીને ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રયાસ કરશે તેવી ચર્ચા વચ્ચે રાજકોટમાં આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સર્વે કઈ રીતે અને કેમ થતા હોય તે સૌ કોઈ જાણે જ છે. નરેશ પટેલ જેવા સારા માણસ અમારા પક્ષમાં આવે તો પક્ષ મજબૂત થશે. સારા માણસોએ રાજકારણમાં ખરેખર આવવું જ જોઈએ. અમુક ચર્ચાઓ જાહેર માધ્યમમાં કરવામાં આવતી નથી. નરેશ પટેલ દિલ્હીમાં કોણે મળ્યા તેણા વિશે સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ મવડી મંડળ સાથે બેઠક કરવામાં આવે છે તે વાત સાચી પણ મને મળ્યા નથી.
હાર્દિક પટેલ મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
રાજકોટ આવેલા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલ મુદ્દે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે. મને ગર્વ પણ છે. પરંતુ આંતરિક લોકશાહી અશિસ્ત તરફ ન જાય તે અમારી પણ જવાબદારી છે, રજુઆત શિસ્તમાં હોવી જોઈએ.
મોંઘવારી મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
રાજકોટમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારી મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સતત મોંઘવારી વધી રહી છે. તેવામાં દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. પાપડ અને ગોળ જેવી વસ્તુઓ ઉપર 28 ટકા GST લગાવવાનો સરકારે નિર્ણય કર્યો છે. કોંગ્રેસ સરકારમાં પેટ્રોલ કરતા ડીઝલના ભાવ ઓછા હતા, તેનું કારણ ખેડૂતોને ડીઝલ જરૂરી હતું, જે અમે સમજતા હતા. ડીઝલના ભાવ વધે તો ટ્રાસ્પોર્ટ મોંઘુ થાય અને તેણા કારણે સામાન્ય લોકો પર મોંઘવારી વધે જ છે.
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસનાં શાસનમાં પણ ક્રૂડનો ભાવ 100 ડોલરથી વધુ થયો હોવા છતાં ટેક્સમાં ઘટાડો કરીને ક્યારેય પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર થવા દીધો નહોતો, જ્યારે સરકારે તો કોરોના કાળમાં જ્યારે ક્રૂડ માત્ર 35 ડોલર હતું ત્યારે પણ ડ્યુટીમાં વધારો કરીને પેટ્રોલ-ડીઝલનાં ભાવો ઘટાડયા નહોતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે