નિત્યાનંદકાંડમાં IAS અધિકારીની સંડોવણી? શક્તિસિંહ ગોહિલની ટ્વીટે ખોલી દીધો વિવાદનો પટારો
નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે. અહીં સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હવે આ મામલામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મોટું વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદનો પટારો ખોલી દીધો છે.
Trending Photos
અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે. અહીં સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હવે આ મામલામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મોટું વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદનો પટારો ખોલી દીધો છે. શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી છે કે ''જયારે અમદાવાદ પોલીસ દ્વારા પ્રશંસનીય કાર્ય થયું ત્યારે આઘાતજનક માહિતી એ પણ છે કે એક આઈએએસ અધિકારી #નિત્યાનંદને બચાવી રહ્યા છે. તેઓ નિત્યાનંદના ભક્ત છે અને એટલે સ્વામી અને ડીપીએસનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. આશા છે કે ગુજરાતના મીડિયાના મિત્રો ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ કરશે.''
જયારે અમદાવાદ પોલીસ દ્વારા પ્રશંશનિય કાર્ય થયુ ત્યારે આઘાતજનક માહિતી એ પણ છે કે એક આઈએએસ અધિકારી #નિત્યાનંદ ને બચાવી રહ્યા છે . તેઓ નિત્યાનંદ ના ભક્ત છે માટે સ્વામી અને ડીપીએસ નુ મેનેજમેન્ટ કરી રહ્યા છે . આશા છે કે ગુજરાત ના મીડિયા ના મિત્રો ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ કરશે.
— Shaktisinh Gohil (@shaktisinhgohil) November 20, 2019
હાલમાં નિત્યાનંદ આશ્રમ વિવાદમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ મૂળ મૈસૂરમાં આવેલ નિત્યાનંદ આશ્રમની સેવિકા હતી. જેઓને અમદાવાદ આશ્રમના સંચાલક તરીકે મોકલાયા હતા. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે.
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોમાં વધવાની સીધી અસર ડીપીએસ સ્કૂલને થઈ હતી. બંને વચ્ચેની સાંઠગાંઠ આખરે ખુલી હતી. ત્યારે પોતાના પગ નીચે રેલો આવતા જ DPS સ્કૂલે નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો છે. ડીપીએસ સ્કૂલે આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે. આમ, ડીપીએસે નિત્યાનંદ સાથેના તમામ સંબંધો તોડ્યા છે. તો બીજી તરફ, ડીપીએસના ડાયરેક્ટર મંજુલા શ્રોફ (Manjula Shroff) અને નિત્યાનંદ વચ્ચેની સાંઠગાંઠ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે