Corona કાળમાં સરકારની મુશ્કેલીઓમાં વધારો, સરકારી હોસ્પિટલના સિનિયર તબીબોએ બાયો ચડાવી

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ગુજરાતમાંથી 1700 તબીબો દ્વારા આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એડિશનલ સુપરિટેનડેન્ટ કક્ષાના, વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો બેઠકમાં હાજર રહ્યા હતા.

Corona કાળમાં સરકારની મુશ્કેલીઓમાં વધારો, સરકારી હોસ્પિટલના સિનિયર તબીબોએ બાયો ચડાવી

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: કોરોના કાળમાં સરકારની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. 6 સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ગુજરાતમાંથી 1700 તબીબો દ્વારા આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એડિશનલ સુપરિટેનડેન્ટ કક્ષાના, વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો બેઠકમાં હાજર રહ્યા હતા.

આ બેઠકમાં તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2008 થી બાકી રહેલી બઢતી અંગે સરકાર ત્વરિત નિર્ણય લે તેવી તબીબોએ માંગ કરી છે. સાતમા પગારપંચના લાભથી પણ સરકારી તબીબો વંચિત રખાયા હતા. અલગ અલગ 15 માંગણીઓ મામલે સરકારને મેમોરેન્ડમ આપ્યા છતાં અસરકારક પગલાં લેવાતા નથી.

જો કે, જુનિયર તબીબો હડતાળ પાડીને માંગણીઓ સંતોષી રહ્યા છે તેવા સંજોગોમાં અમે આજની બેઠકમાં હળતાલનું આયોજન કરીશું. અમારા મુદ્દાઓનો ઉકેલ આવે તેવી અમને આશા છે. સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવી તો સ્થિતિ બગડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news