સેલવાસમાં માતાને તેના પ્રેમીથી બચાવવા વ્હાલસોઈ દીકરી વચ્ચે પડી તો, ચપ્પુથી રહેંશી નાખી!
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મધ્યમાં આવેલા ટોકરખાડાના સુંદરવન સોસાયટીની બાજુમાં આવેલી એક ચાલીમાં ધોળે દિવસે એક યુવતીની હત્યા થઈ હતી. અંકિતા સિંગ નામની આ યુવતી ટ્યુશનથી ઘરે પરત આવી રહી હતી.
Trending Photos
નિલેશ જોશી/સેલવાસ: સંપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની મધ્યમાં આવેલા એક વિસ્તારમાં ધોળે દિવસે સાવકા પિતા એ પુત્રીની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરતા સનસની ફેલાઈ ગઈ હતી. ધોળે દિવસે માતાને મારવા આવેલ સાવકો પિતા સાવકી દીકરી પર ચાકુના અનેક ઘા મારી દીકરીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. માતા અને સાવકા પિતાની બબાલમાં એક નિર્દોષ દીકરીએ જીવ ખોયો છે જેથી આથી નાનકડા સંધપ્રદેશમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મધ્યમાં આવેલા ટોકરખાડાના સુંદરવન સોસાયટીની બાજુમાં આવેલી એક ચાલીમાં ધોળે દિવસે એક યુવતીની હત્યા થઈ હતી. અંકિતા સિંગ નામની આ યુવતી ટ્યુશનથી ઘરે પરત આવી રહી હતી ત્યારે તેની માતાના બીજા પતિ મિથુન મંડલે યુવતીનો પીછો કરી અને ઘરે આવ્યો હતો. ત્યારબાદ માતા સાથે બબાલ કરતાં યુવતી એને માતાને ઘરમાં પૂરી અને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. અને ત્યારબાદ માતાના બીજા પતિ એવા તેના સાવકા પિતા સાથે બોલાચાલી થઈ હતી. એ વખતે જ આરોપીએ અંકિતા સિંગની તિક્ષણ હથિયાર થી ઉપરાછાપરી ઘા ઝીંકી અને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. ધોળે દિવસે બનેલી આ ઘટનાને લઈને નાનકડા સઘપ્રદેશમાં સનસની મચી ગઈ હતી.
બનાવની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી. સાથે જ ફરાર આરોપીને ઝડપવા પ્રદેશની પોલીસની વિવિધ ટીમોએ તમામ મહત્વના નાકાઓ પર નાકાબંધી કરી અને આરોપીને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ મામલે મૃતક અંકિતા સિંગ ની માતા ના જણાવ્યા અનુસાર તેની પુત્રીની હત્યા કરનાર આરોપી મિથુન મંડલ સાથે તે પાંચ છ વર્ષ અગાઉ મંદિરમાં લગ્ન કર્યા હતા. પ્રથમ પતિ સાથે વિધિવત રીતે છૂટાછેડા લીધા વિના જ શીલાસીંગ નામની મહિલાએ મિથુન મંડલ સાથે મંદિરમાં લગ્ન કરી અને સાથે રહેતી હતી.
જોકે ચાર પાંચ વર્ષ પરિવારમાં વ્યવસ્થિત ચાલ્યું. અને ત્યારબાદ પરિવારમાં બબાલ સરું થઈ . શીલાસીંગની મૃતક પુત્રી અંકિતા સિંઘને તેના પ્રથમ પતિના ઘરે થી લાવી અને તેને સાથે રાખી હતી. જોકે આરોપી મિથુન મંડલ અવારનવાર માતા અને પુત્રીને સાથે મારઝુંડ કરતો હોવાથી શીલા સિંગના જણાવ્યા મુજબ છેલ્લા એક દોઢ વર્ષથી તે મિથુન મંડલ થી અલગ થઈ અને તેની પુત્રી સાથે અલગ જગ્યાએ રહેતી હતી.
શીલાસીંગના પ્રથમ પતિ મીડિયા સાથે કરેલી વાતમાં અનેક ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા. મિથુન મંડલ અને માતા શીલાના સંબંધોના કારણે જ દીકરી અંકિતાની હત્યા થઇ છે અને દીકરીની હત્યાના મામલામાં પોતાની પુત્રીની હત્યા કરનાર આરોપીને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. તો સાથે જ પત્ની પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી તેના પ્રથમ પતિએ માંગ કરી હતી.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોળે દિવસે બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં સન સની મચી ગઈ હતી. પૂરા પ્રદેશની પોલીસ આરોપીને શોધવા પ્રયાસ કરી રહી છે. આરોપી એક સિક્યુરિટી એજન્સીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. મૂળ આસામનો વતની મિથુન મંડલ હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો. આથી તેને ઝડપવા સેલવાસ પોલીસે ગુજરાત પોલીસ સહિત અન્ય વિસ્તારોની પોલીસનો પણ સંપર્ક કરી અને આરોપીને ઝડપવા પ્રયાસ હાથ ધર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે