વડોદરામાં મંગળબજાર અને ડી માર્ટ સહિત અનેક મોલ અને ભીડભાડવાળી માર્કેટો સીલ
શહેરના સંક્રમણ વધતા અમદાવાદ જેવી સ્થિતીનું નિર્માણ ન થાય તે માટે મંગળબજાર, ન્યાય મંદિર, મુનશીનો ખાંચો અને ઘડિયાળની પોળ સહિતના ભીડભાડવાળા વિસ્તારો અને મોલ 3 દિવસ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો. જેના પગલે આજે તમામ બજારો બંધ રહ્યા હતા. આ ઉપરાંત હાથીખાના, કડક બજાર, ગોવરા શાકમાર્કેટ અને ખંડેરાવ માર્કેટ ફુલ બજાર સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા છે.
Trending Photos
વડોદરા : શહેરના સંક્રમણ વધતા અમદાવાદ જેવી સ્થિતીનું નિર્માણ ન થાય તે માટે મંગળબજાર, ન્યાય મંદિર, મુનશીનો ખાંચો અને ઘડિયાળની પોળ સહિતના ભીડભાડવાળા વિસ્તારો અને મોલ 3 દિવસ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો. જેના પગલે આજે તમામ બજારો બંધ રહ્યા હતા. આ ઉપરાંત હાથીખાના, કડક બજાર, ગોવરા શાકમાર્કેટ અને ખંડેરાવ માર્કેટ ફુલ બજાર સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા છે.
કોવિડ 19ના નિયમોનું ઉલ્લંઘન કરતા મોલ સામે આજે બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કોવિડ 19ના નિયમોનુ ઉલ્લંઘન કરતા મોલ સામે આજે બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત્ત છે. પાલિકાના અધિકારીઓએ પોલીસની હાજરીમાં આજે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલા સેવન સીસ મોલ અને નવાયાર્ડ વિસ્તારમાં આવેલા ડી માર્ટને સીલ કર્યું હતું. આ મોલ ત્રણ દિવસ માટે સીલ કરાયો છે.
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર સુરેશ તુવેરે જણાવ્યું હતુ કે, ફતેહગંજ ખાતે આવેલો સેવન સીસ મોલ ત્રણ દિવસ માટે સીલ કરાયો છે. આજે સતત બીજા દિવસે મોલ અને દુકાનોને સીલ કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારી વસંત જાદવે જણાવ્યું કે, પાણીગેટ વિસ્તારમાં આવેલા શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પાલિકાની ટીમે પહોંચીને શાકભાજી માર્કેટ સીલ કરવામાં આવ્યું છે. પોલીસને સાથે રાખી પાલિકાની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે