શરમ કરો! ગુજરાતમાં ભાજપનો ફફડાટ, કોંગ્રેસીએ નામ જાહેર થયા બાદ મેદાન છોડી દીધું
Loksabha Election 2024: અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસે જેને ટિકિટ આપી છે તે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કારણ તો પિતાની બીમારીનું આપ્યું છે. જો કે સત્ય શું છે તેતો એમને જ ખબર પરંતુ ચૂંટણી નહીં લડવાની જાહેરાતથી કોંગ્રેસમાં રાજકારણ ગરમાઈ ગયું છે.
Trending Photos
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જાણે ઉમેદવારની ઘટ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી માત્ર 7 ઉમેદવાર જ જાહેર કર્યા છે. ત્યાં જેનું નામ જાહેર કર્યું તે ઉમેદવાર મેદાન છોડીને ભાગ્યા છે. હા અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસે જેને ટિકિટ આપી છે તે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કારણ તો પિતાની બીમારીનું આપ્યું છે. જો કે સત્ય શું છે તેતો એમને જ ખબર પરંતુ ચૂંટણી નહીં લડવાની જાહેરાતથી કોંગ્રેસમાં રાજકારણ ગરમાઈ ગયું છે. કેટલાક દાવેદારો ફરી ટિકિટ માટે લોબિંગ કરવા લાગ્યા છે. ત્યારે જુઓ ચૂંટણી પહેલા રણમેદાન છોડીને ભાગેલા કોંગ્રેસના ઉમેદવારનો આ અહેવાલ
- કોંગ્રેસ ટિકિટ આપી પરંતુ ઉમેદવારને નથી લડવી ચૂંટણી
- નામ જાહેર થઈ ગયું પણ હવે છોડી દીધું મેદાન
- કોંગ્રેસે જાહેર કર્યા 7 નામ, તેમાંથી પણ એકે ના પાડી
- અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ આપ્યું અંગત કારણ
ટીવી મીડિયાની ડિબેટનો જાણિતો ચહેરો એટલે રોહન ગુપ્તા...કોંગ્રેસના આ યુવા ચહેરાએ પાર્ટીએ અમદાવાદ પૂર્વથી લોકસભા લડવાની તક આપી હતી. કોંગ્રેસે જે 7 નામ જાહેર કર્યા તેમાં રોહન ગુપ્તાનું પણ નામ હતું. પરંતુ ટિકિટ જાહેર થયાના થોડા દિવસો બાદ હવે રોહન ગુપ્તા મેદાન છોડીને ભાગતા હોય તેમ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે. જો કે તેઓ કારણ પિતાની બીમારીનું આપી રહ્યા છે.
પિતાની તબિયત ખરાબ હોવાથી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વથી મેદાન છોડ્યું તો કોંગ્રેસની અંદર જ કકડાટ શરૂ થયો છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ રોહન ગુપ્તાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. તો ઉઠી રહેલા આ સવાલો પર કોંગ્રેસના નેતાઓને જ ગુપ્તાએ જવાબ આપ્યો હતો અને આડકતરા પોતાની જ પાર્ટીના નેતાઓ પર પ્રહાર કર્યા હતા.
અમદાવાદ પૂર્વ બેઠકનો ઈતિહાસ
- છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ આ બેઠક પર જીતતું આવ્યું છે
- 2009માં હરિન પાઠકની જીત
- 2014માં પરેશ રાવલની જીત
- 2019માં હસમુખ પટેલની જીત
- 2024માં ભાજપે ફરી હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા
રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાના નિર્ણય પર ચારેબાજુથી તેમની પર પ્રહાર થયા તો આક્રમક તેવરમાં તેમણે જણાવ્યું કે, મારી વિનમ્રતાને મારી કમજોરી ન સમજવામાં આવે. મને જે પણ જવાબદારી પાર્ટીમાં મળી છે તેને સારી રીતે નિભાવી છે. હાલ મારા પિતાની તબિયત ખરાબ છે તો હું પિતાની સાથે રહેવા માંગુ છું તેથી ચૂંટણીથી દૂર થઈ રહ્યો છું. ભાજપનો ગઢ કહેવાતી અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાની ગુપ્તાએ ના પાડતા હવે કોંગ્રેસમાં અનેક દાવેદારો મેદાનમાં આવી ગયા છે. આ દાવેદારોને લોકસભાની લડાઈ લડવાના અભરખાં જાગ્યા છે. જેમાં એક તો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ છે, અને બીજા ટીવી ડિબેટનો જાણીતો ચહેરો અમિત નાયક છે. બન્નેએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.
રોહન ગુપ્તાના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટીએ તો તક આપી છે પરંતુ પિતાની તબિયતના કારણે રોહન ગુપ્તાએ જે પણ નિર્ણય લીધો છે તેના પર પાર્ટી આગળ વિચાર કરશે. પક્ષ સાથે બેઠક કરીને નવા ઉમેદવાર પર મંથન કરાશે. અમદાવાદ પૂર્વની બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે.
છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ આ બેઠક પર જીતતું આવ્યું છે. 2009માં હરિન પાઠક, 2014માં પરેશ રાવલ અને 2019માં હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. 2024માં ભાજપે ફરી હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જો રોહન ગુપ્તા ચૂંટણી લડતાં તો આ વખતે તેમનો સામનો હસમુખ પટેલ સામે થતો પરંતુ હવે તેમને જ્યારે ના પાડી દીધી છે તો કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે