ગુજરાતની આ બ્લડ બેંકમાં શરૂ થઇ રોબોટ સેવા, ઓટોમેટીક રીતે થશે લોહીના ટેસ્ટ
સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર બ્લડ બેંક ખાતે એકમાત્ર રોબોટ કમાન્ડ મશીન સેવા બ્લડ ગ્રૃપથી માંડી વિવિધ પ્રકારના ટેસ્ટ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
Trending Photos
નીતિન ગોહેલ/ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર બ્લડ બેંક ખાતે એકમાત્ર રોબોટ કમાન્ડ મશીન સેવા બ્લડ ગ્રૃપથી માંડી વિવિધ પ્રકારના ટેસ્ટ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. રૂા 90 લાખના ખર્ચે 2 મશીન વસાવવામાં આવ્યા છે. જેમાં એચ.આઇ.વી, કમળો, મેલેરિયા જેવા ટેસ્ટ ઓટોમેટિક થઇ શકશે. અત્યાર સુધી જે ટેસ્ટ ટેકનિશ્યન દ્વારા કરવામાં આવતા હતા. તેના બદલે રિપોર્ટમાં વધુ ગુણવતા આવશે. હવે ટેકનિશ્યનને માત્ર નિરીક્ષણ કરવાનું રહેશે.
બ્લડ બેંકના ડોક્ટરએ માહિતી આપતા જણાવ્યું કે, એક મશીન દ્વારા બ્લડ ગ્રુપને લગતું તમામ ટેસ્ટીંગ અને બીજા મશીન દ્વારા એચ.આઇ.વી.થી માંડી મેલેરિયાના ટેસ્ટ અલગ-અલગ 92 ટ્યુબ દ્વારા કરવામાં આવશે. મશીનમાં તેનો સમય ગાળો 3.૩૦ કલાક થાય છે. તેનો લાભ ભાવનગર વાસીઓ ઉપરાંત ગુજરાતનાં અન્ય 11 જિલ્લાઓને પણ મળશે. અને મુંબઇની પ્રખ્યાત જસલોક હોસ્પિટલના નિષ્ણાંત એમ.ડી.ફિઝિશ્યન ડો.નિલેષભાઇ શાહ દ્વારા સેવા આપવામાં આવી છે.
અગાઉ તેઓ ત્યાં ફરજ બજાવી ચૂક્યા છે. ખાસ કરીને થેલેસેમિક બાળકો સાથે અને તેમના વાલીઓ સાથે કામ કરવામાં તેની તજજ્ઞતા છે. ઉપરાંત જીલ્લાનાં મહુવા, તળાજા, કળસાર, ધંધુકા, પાલિતાણામાં સ્ટોરેજ સેન્ટર તૈયાર છે. ત્યાંથી ભાવનગર બ્લડ બેંક દ્વારા બ્લડની સેવા તાત્કાલિક પ્રાપ્ત થાય છે. ઉપરાંત ભાવનગરની અલગ-અલગ હોસ્પિટલમાં પણ માત્ર એક ફોન દ્વારા બ્લડની સુવિધા મળી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે