રાહતના સમાચાર: પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારા વચ્ચે તેલની કિંમતમાં 10 નો ઘટાડો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ અને ડિઝલની કિંમતને જાણે હોળી સળગાવી છે. નાગરિકોના ખીચ્ચા પર પેટ્રોલનાં નામે ખાતર પાડવામાં આવી રહ્યું છે. પેટ્રોલનો ભાવ આજે અમદાવાદમાં 104 ની આસપાસ ચાલી રહ્યો છે. રોજબરોજ રીતે પેટ્રોલની કિંમતમાં 0.10 પૈસાથી માંડીને 0.50 પૈસા સુધીનો વધારો થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડિઝલના ભાવ ઓછા હોય તેમ ખાદ્યતેલની કિંમતોમાં પણ ભારે વધારો થઇ રહ્યો છે. ખાદ્યતેલની કિંમતોમાં ભડકો થયો છે. 
રાહતના સમાચાર: પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારા વચ્ચે તેલની કિંમતમાં 10 નો ઘટાડો

ગૌરવ દવે/અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ અને ડિઝલની કિંમતને જાણે હોળી સળગાવી છે. નાગરિકોના ખીચ્ચા પર પેટ્રોલનાં નામે ખાતર પાડવામાં આવી રહ્યું છે. પેટ્રોલનો ભાવ આજે અમદાવાદમાં 104 ની આસપાસ ચાલી રહ્યો છે. રોજબરોજ રીતે પેટ્રોલની કિંમતમાં 0.10 પૈસાથી માંડીને 0.50 પૈસા સુધીનો વધારો થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડિઝલના ભાવ ઓછા હોય તેમ ખાદ્યતેલની કિંમતોમાં પણ ભારે વધારો થઇ રહ્યો છે. ખાદ્યતેલની કિંમતોમાં ભડકો થયો છે. 

ખાદ્યતેલની કિંમતોમાં મગફળી અને કપાસના ઓછા ઉત્પાદનના કારણે ખાદ્યતેલની કિંમતોમાં ભારે વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કપાસીયા તેલમાં કપાસિયા જ્યારે સિંગતેલમાં ભાવ વધારાના કારણે સામાન્ય માણસ માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે. જેના કારણે હાલ તો ગૃહીણીનું બજેટ સંપુર્ણ રીતે ખોરવાઇ ગયું છે. સામાન્ય માણસ માટે મહિનો પુરો કરવા માટે એક સાંધો ત્યાં તેર તુટે તેવી થઇ છે. જો કે દિવાળી પહેલા મધ્યમવર્ગ માટે પ્રમાણમાં રાહતના સમાચાર આવ્યા છે. 

જ્યારે ચારે બાજુથી માત્ર ભાવ વધારાના જ સમાચાર આવી રહ્યા છે તેવામાં ખાદ્યતેલની કિંમતમાં આંશિક રાહતના સમાચાર છે. દિવાળી પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. આજે સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ.10નો ઘટાડો થયો છે. સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2360 થી 2390 રૂપિયા હસે. કપાસિયા તેલના નવા ડબ્બાનો ભબ 2290 થી 2320 રૂપિયા થયો છે. સ્થાનિક બજારમાં મગફળી અને કપાસનો સારી આવક રહેતા ખાદ્યતેલના ભાવ ઘટ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news