Corona virus updates: પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે રાશનની દુકાનોમાં અનાજ વિતરણ થશે

કોરોના વાયરસ (Corona virus) ને પગલે થયેલા લોકડાઉનમાં આજથી રાજ્યમાં ગરીબો માટે ખાસ સુવિધા શરૂ થવા જઈ રહી છે. રાજ્યના અંત્યોદય અને પીએચએચ રાશન કાર્ડ (rashan) ધરાવતા 66 લાખ પરિવારો  જે નિયમિત પણે રાશન દુકાનો પરથી દર મહિને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત આનાજ મેળવે છે, તેવા કાર્ડધારકોને રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આજથી એપ્રિલ માસનું અનાજ વિનામૂલ્યે આપવાનો આરંભ થશે. વર્તમાન સ્થિતિમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભીડભાડ કર્યા વગર આ અનાજ મેળવી શકે તે માટે સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન ધારકો આવા લાભાર્થીઓને 25-25ના લોટમાં જ અનાજ લેવા માટે બોલાવે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. ત્યાર બાદ 4 એપ્રિલથી રાજ્યના એવા શ્રમિકો ગરીબો જે રેશન કાર્ડ ધરાવતા નથી, તેમજ અન્ય પ્રાંત રાજ્યમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા છે તેઓને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અનાજ અપાશે.
Corona virus updates: પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે રાશનની દુકાનોમાં અનાજ વિતરણ થશે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Corona virus) ને પગલે થયેલા લોકડાઉનમાં આજથી રાજ્યમાં ગરીબો માટે ખાસ સુવિધા શરૂ થવા જઈ રહી છે. રાજ્યના અંત્યોદય અને પીએચએચ રાશન કાર્ડ (rashan) ધરાવતા 66 લાખ પરિવારો  જે નિયમિત પણે રાશન દુકાનો પરથી દર મહિને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત આનાજ મેળવે છે, તેવા કાર્ડધારકોને રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આજથી એપ્રિલ માસનું અનાજ વિનામૂલ્યે આપવાનો આરંભ થશે. વર્તમાન સ્થિતિમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભીડભાડ કર્યા વગર આ અનાજ મેળવી શકે તે માટે સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન ધારકો આવા લાભાર્થીઓને 25-25ના લોટમાં જ અનાજ લેવા માટે બોલાવે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. ત્યાર બાદ 4 એપ્રિલથી રાજ્યના એવા શ્રમિકો ગરીબો જે રેશન કાર્ડ ધરાવતા નથી, તેમજ અન્ય પ્રાંત રાજ્યમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા છે તેઓને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અનાજ અપાશે.

રાજકોટમાં રાશનની દુકાન બહાર બંદોબસ્ત ફાળવાયો 
રાજકોટમાં આજથી સસ્તા અનાજની દુકાનોમાં રાશન વિતરણ શરૂ કરાશે. કોરોના વાયરસની મહામારીના કઠિન સમયમાં નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવશે. શહેર અને જિલ્લાની કુલ 754 દુકાનોમાં રાશન વિતરણ શરૂ કરાયું છે. બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડ હોલ્ડરોને રાશન નિઃશુલ્ક આપવામાં આવશે. શહેર પોલીસ દ્વારા રાશનની દુકાનો પર બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. 

કોને શું શુ મળશે.....?

  • અંત્યોદય કાર્ડ ધારકોને નિઃશુલ્ક મળશે 25 કિલો ઘઉં , 10 કિલો ચોખા , 1 કિલો ખાંડ , 1 કિલો ચણા દાળ , 1 કિલો મીઠું 
  • બીપીએલ NFSA કાર્ડ ધારકોને નિઃશુલ્ક મળશે 3.5 કિલો ઘઉં , 1.5 કિલો ચોખા , 1 કિલો ખાંડ , 1 કિલો ચણા દાળ , 1 કિલો મીઠું 
  • એપીએલ NFSA કાર્ડ ધારકોને નિઃશુલ્ક મળશે 3.5 કિલો ઘઉં , 1.5 કિલો ચોખા , 1 કિલો ખાંડ , 1 કિલો ચણા દાળ , 1 કિલો મીઠું

દુકાનદારોને પગાર કરવા છૂટ
સુરતમાં આજે વેપારીઓ દુકાન ખોલશે. કર્મચારીઓના પગાર કરવા અડધો કલાક દુકાન ખોલશે. માર્કેટના વેપારીઓને વિશિષ્ટ પાસ આપવામાં આવ્યો છે. જેથી તેઓ પોતાના કર્મચારીઓનો 3 તારીખ સુધી પગાર કરી શકશે.

સમગ્ર ગુજરાતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ કોટન ઝીનીંગ મિલો દ્વારા ટીમ બનાવી ખેડૂતોના પાકો ટેકાના ભાવે તેમના ઘરેથી જ ખરીદી કરવામાં આવે. જેથી ખેડૂતોને પાકોના વેચાણ માટે ઘરની બહાર નીકળવું ના પડે અને તેઓની નાણાકીય અગવડતા પણ દૂર થાય તે માટે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news