આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદી
Diwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટની હેરિટેજ ગણાતી લખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. દિવાળી તહેવાર પર માત્ર 4 દિવસમાં જ કરોડો રૂપિયાની ખરીદી સૌરાષ્ટ્રવાસીઓ કરતા હોય છે. શું છે આ બજારની ખાસિયત જૂઓ અમારા આ રિપોર્ટમાં..
- રાજકોટની પ્રાચીન માર્કેટમાં જામશે દિવાળીના ખરીદીનો રંગ..
- વર્ષોથી અહીંનું સૂત્ર છે લોકલ ફોર વોકલ
- ઘર સજાવટ, કપડાં, શૂઝ, મુખવાસ સહિતની અઢળક વેરાયટી
- મધ્યમ વર્ગની સસ્તી બજાર તરીકે જાણીતી..
હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી લોકો દિવાળીની ખરીદી કરવા રાજકોટ આવતા હોય છે. ચાલુ વર્ષે ભારે વરસાદ અને મંદીના માહોલને કારણે ખરીદીમાં ઓછો રસ જોવા મળતો હતો...જોકે દિવાળી તહેવાર નજીક આવતા ખરીદીનો માહોલ જામ્યો છે. રાજકોટની પ્રાચીન હેરિટેજ એવી ધર્મેન્દ્ર રોડ અને લખાજીરાજ રોડ માર્કેટમાં ખરીદી કરવા લોકોની ભીડ જામી રહી છે. આ બજારમાં માત્ર દિવાળીના આ તહેવાર ઉપર જ અંદાજીત 1 હજાર કરોડો થી વધુનું ટર્નઓવર થતું હોય છે. તો આ બજારમાં આશરે 100 કરતા પણ અલગ અલગ દુકાનો આવેલી છે. જેમાં પ્લાસ્ટિક, મુખવાસ, કપડાં, કાપડ, શુશોભન, ઘર વખરી સહિતની હજારો વસ્તુઓ એક જ સ્થળ પર મળી રહેતી હોય છે. જેથી સૌરાષ્ટ્રભરમાંથી લોકો ખરીદી કરવા રાજકોટ આવતા હોય છે
ખાસ કરીને મહિલાઓ આ બજારમાં સૌથી વધુ ખરીદી કરવું વે છે. મહિલાઓનું કહેવું છે કે, ઓછા ખર્ચમાં સારી વસ્તુઓ આ બજારમાં મળી જાય છે. મધ્યમ વર્ગના લોકો આ બજારને સસ્તી બજાર તરીકે પણ ઓળખે છે. તહેવારોના સમયમાં લોકો ઓનલાઈન ખરીદી પર ડિસ્કાઉન્ટ મેળવતા હોઈ છે. પરંતુ આ ધર્મેન્દ્ર રોડ બજારમાં લોકોને જે વસ્તુ પસંદ આવે છે તે વસ્તુની કિંમતનું બર્ગેનીંગ કરી ખરીદી કરતા હોય છે
શું છે આ બજારની ખાસિયત ?
- ઓનલાઈન કરતા રૂબરૂ સારી ખરીદી
- ડિસ્કાઉન્ટ કરતા ગમતી વસ્તુ પર ભાવમાં બર્ગેનીંગ કરી ખરીદી
- ઘર સજાવટ, કાપડ, તૈયાર કપડાં, શૂઝ, મુખવાસ સહિતની 100 થી વધુ વસ્તુઓ
- મહિલાઓ માટે કપડાં થી લઈ મેકપ સુધીની તમામ વસ્તુઓ
- ઓછા બજેટમાં સારી વસ્તુઓની ખરીદી
- લોકલ ફોર વોકલનું ઉત્તમ ઉદાહરણ
- ચાઈનીઝ વસ્તુઓ નહિ ભારતીય વસ્તુઓનું જ વેંચાણ
- પ્લાસ્ટિકની વસ્તુઓનો ખજાનો, કપડામાં અવનવી ફેશન
- દિવાળીના 4 દિવસમાં થશે કરોડો રૂપિયાનો વેપાર
ધર્મેન્દ્ર રોડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશ અનડકટે કહ્યું હતું કે, આ વર્ષે ખરીદીનો માહોલ બજારમાં ઓછો જોવા મળી રહ્યો છે. જોકે ધીમે ધીમે ગ્રાહકોની ભીડ વધી રહી છે. દિવાળીના દિવસોમાં ખરીદીનો માહોલ જામશે. વેપારીએ કહ્યું હતું કે, આ વર્ષે ગ્રાહકો ચાઈનીઝ બનાવટની વસ્તુઓ કરતા ભારતીય બનાવટની વસ્તુઓ ખરીદી કરી રહ્યા છે. દિવાળી તહેવાર પર ઘર બહાર લોકો સ્ટીકર લગાવવાનો બદલે લાભ-શુભ અને લક્ષ્મીનીની છાપણી લઈ અને કલર થી કરવાનું પસંદ કરી રહ્યા છે
દિવાળીના તહેવારને ધન સાથે જોડાયેલો છે. જેથી આ તહેવાર પર માતા લક્ષ્મીની પૂજા થતી હોય છે. વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી. આ ચાર દિવસ બજારમાં ખરીદીનો માહોલ રહેતો હોય છે. દિવાળીની મોડી રાત સુધી ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ માર્કેટ પર છેલ્લી ઘડીની ખરીદી થતી હોય છે. નવા વર્ષ થી વેપારીઓ લાભ પાંચમ સુધી બજારમાં રજા રાખશે અને બજારોમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળશે. જેનું કારણ એ છે કે, વેપારીઓ પોતાના પરિવારને સમય તહેવાર દરમિયાન આપી ન શકે જેથી પાંચ દિવસ વેપારીઓ પરિવાર સાથે બહાર ગામ ફરવા અથવા દેવ દર્શને જશે. અને ફરી લાભ પાંચમ થી ધંધા રોજગારની શરૂઆત કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે