આ છે રંગીલું રાજકોટ: ફ્રેન્ડ બનવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો અને...

રાજકોટમાં હનીટ્રેપની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે પોલીસ તપાસમાં આ બંનએ કબૂલાત આપી હતી કે, અશ્વિનના કહેવાથી બંને આવ્યા હતા, અશ્વિને ઓપરેશન પૂરું થયા બાદ રૂ.10-10 હજાર આપવાની ખાતરી આપી હતી.

આ છે રંગીલું રાજકોટ: ફ્રેન્ડ બનવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો અને...

ઉદય રંજન, રાજકોટ: રાજકોટ (Rajkot) માં સિક્યુરિટી એજન્સીના સંચાલકને હનીટ્રેપ (Honeytrap) માં ફસાવી રૂપિયાની માંગણી કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ફોન પર ફ્રેન્ડ બનવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો હતો. બાઇક પર જતાં સમયે ત્રણ શખ્સોએ આંતરી તું મારી બહેનને ક્યાં લઈ જાશ કહીને અપહરણ કર્યું હતું અને 2.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા ઉપાડવા ATMમાં લઈ જતા ભોગ બનનાર યુવકે લોકોને ઈશારો કરતા લોકોએ બન્ને શખ્સોને ઝડપી પોલીસના હવાલે કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર રોડ (Jamanagar Road) પર આવેલી અવધ રેસિડેન્સિમાં રહેતા ગ્રૂપ થ્રી નામની સિક્યુરિટી એજન્સીના સંચાલક રમણજી ચંદ્રેશ્વરપ્રસાદ યાદવે ગાંધીગ્રામ પોલીસ(Police) સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એક મહિલા સહિત ચાર શખ્સોના નામ આપ્યા હતા. રમણજી યાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.10ની રાત્રીના 2.30 વાગ્યે પોતે સિક્યુરિટી ગાર્ડને ચેક કરવા માટે બાઇક પર જતો હતો ત્યારે તેના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ મનીષા તરીકે આપીને ફ્રેન્ડશીપની ઓફર કરી હતી અને જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો. 

મહિલાએ અધવચ્ચે વાહન ઊભું રખાયું રાત્રે 3.15 વાગ્યે રમણજી બાઇક લઇને ત્યાં પહોંચતા મનીષા નામની તે મહિલાએ તેની ફ્રેન્ડનું મકાન ખાલી છે ત્યાં જવાનું કહી યુવકના બાઇક પાછળ બેસી ગઇ હતી. મોરબી રોડ પર અતિથિ દેવો ભવ હોટેલ નજીક પહોંચતા મહિલાએ લઘુશંકા જવાનું કહી બાઇક ઊભું રખાવ્યું હતું અને તે થોડે દૂર લઘુશંકા કરવા ગઇ હતી અને થોડીવારમાં જ ત્રણ શખ્સ ધસી આવ્યા હતા, તું મારી બહેનને લઇને ક્યાં જાય છે તેમ કહી રમણજીને ગાળો ભાંડી તેની પાસેથી બાઇક અને બે ફોન લૂંટી લીધા હતા.

મહિલાને લઇને અશ્વિન નાસી ગયો હતો જ્યારે અનીલ હમીર સારેસા અને દિલીપ ઉર્ફે દિલો લાખા ગોહેલ યુવકને બાઇકની વચ્ચે બેસાડી બેડી તરફ લઇ ગયા હતા અને ત્યાં એક ઓરડીમાં લઇ જઇ રૂ.2.50 લાખની માગ કરી હતી અને પૈસા નહી આપે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. હાલ તો પોલીસે આ બન્ને શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જોકે હજુ પણ મનીષા નામની મહિલા સહિત બે શખ્સો ફરાર છે. જેની શોધખોળ પોલીસે શરૂ કરી છે.

કેવી રીતે ફૂટ્યો આરોપીઓનો ભાંડો?
પોલીસના કહેવા મુજબ, આરોપીઓ યુવાનને ગ્રીનલેન્ડ ચોકડી પાસે લઈ ગયા હતા. રમણજીએ એટીએમના ખાતામાં થોડી રકમ હશે તેમ કહેતા બંને શખ્સો તેને ફરીથી બાઇકની વચ્ચે બેસાડી ગ્રીનલેન્ડ ચોકડી તરફ પેટ્રોલ પંપ પાસેના એટીએમે લઇ ગયા હતા. પૈસા ઉપાડતી વખતે મોકો મળતા જ રમણજીએ ત્યાં હાજર લોકોને ઘટનાની જાણ કરતાં લોકોએ અનિલ હમીર સારેસા અને જીગ્નેશ ઉર્ફે દિલીપ ઉર્ફે દિલો લાખાભાઈ ગોહેલને ઝડપી લઇ પોલીસને જાણ કરતા આરોપીઓનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરી છે.

રાજકોટમાં હનીટ્રેપની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે પોલીસ તપાસમાં આ બંનએ કબૂલાત આપી હતી કે, અશ્વિનના કહેવાથી બંને આવ્યા હતા, અશ્વિને ઓપરેશન પૂરું થયા બાદ રૂ.10-10 હજાર આપવાની ખાતરી આપી હતી. દિલીપ ઉર્ફે દિલો અગાઉ હનીટ્રેપમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. મહિલા અને અશ્વિન હાથ આવ્યા બાદ વધુ હકીકતો બહાર આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news