રાજકોટ આગકાંડમાં મોતનો સાચો આંકડો કેવી રીતે મળશે? ગુમ થયેલાનું લિસ્ટ આવ્યું સામે
Rajkot Fire Tragedy : TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ઈજાગ્રસ્ત જિજ્ઞાબાની પુત્રીનો મોટો દાવો.. દેવિકાબાએ કહ્યું, બે દિવસ પહેલાં પણ લાગી હતી આગ.. ગેમઝોનમાં 70 જેટલા લોકો હતા હાજર..
Trending Photos
Rajkot Gamezone Fire Updates : રાજકોટમાં બનેલી ઘટના ભારે ગુજરાત માટે શર્મનાક છે. સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ 28 લોકોને ભરખી ગઈ છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 28 લોકોનાં મોત થયા છે. આગકાંડની તપાસ માટે SITનું ગઠન કરાયુ છે. તો ગેમઝોનના સંચાલકો અને 2 મેનેજર સહિત 10ની ધરપકડ કરાઈ છે. આ આગે 28ને જીવતા સળગાવ્યા છે. વાત કરીએ તો, મૃતકોની હાલત એવી થઈ છેકે તેમને ઓળખવા મુશ્કેલ છે. એર એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોના DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. જેના 48 કલાક બાદ રિપોર્ટ આવશે. કુલ 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે. પરંતુ સવાલ એ છે કે, મોતનો સાચો આંકડો કેવી રીતે મળશે? દાવા પ્રમાણે ગેમઝોનમાં 70 જેટલા લોકો હાજર હતા. સરકારે સત્તાવાર 28 મોતનો આંકડો જાહેર કર્યો છે. જ્યારે કે, 25 લોકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે આવ્યા છે. હજુ કેટલા લોકોના DNA સેમ્પલ લેવાના બાકી છે. ગુમ લોકોના પરિજનો DNA સેમ્પલ આપે તો મોતનો આંકડો સામે આવી શકે તેમ છે. પરંતું આ વચ્ચે ગેમઝોનમાં આગમાં ગુમ થયેલા લોકોનુ લિસ્ટ સામે આવ્યું છે.
કોણ કોણ ગૂમ?
- નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, ઉંમર-23 વર્ષ
- વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, ઉંમર-44 વર્ષ
- ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ઉંમર-15 વર્ષ
- દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા, ઉંમર-15 વર્ષ
- સુનિલ હસમુખભાઈ સિદ્ધપુરા, ઉંમર-45 વર્ષ
- ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, ઉંમર-35 વર્ષ
- અક્ષત કિશોરભાઇ ઘોલરીયા, ઉંમર-24 વર્ષ
- ખ્યાતિ સાવલીયા, ઉંમર-24 વર્ષ
- હરિતા સાવલીયા, ઉંમર-24 વર્ષ
- વિશ્વરાજસિંહ જાડેજા, ઉંમર-23 વર્ષ
- કલ્પેશભાઇ બગડા
- સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
- નિરવ રસિકભાઇ વેકરીયા, ઉંમર-20 વર્ષ
- સત્યપાલસિંહ જાડેજા, ઉંમર-17 વર્ષ
- શત્રુધ્નસિંહ ચુડાસમા, ઉંમર-17 વર્ષ
- જયંત ગોટેચા
- સુરપાલસિંહ જાડેજા
- નમનજીતસિંહ જાડેજા
- મિતેશ બાબુભાઇ જાદવ, ઉંમર-25 વર્ષ
- ઓમદેવસિંહ ચુડાસમા, ઉંમર-35 વર્ષ
- વિરેન્દ્રસિંહ
- આશાબેન ચંદુભાઇ કાથડ, ઉંમર-18 વર્ષ
- રાજભા પ્રદિપસિંહ ચૌહાણ, ઉંમર-12 વર્ષ
- રમેશકુમાર નસ્તારામ
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
- મોનુ કેશવ ગૌર, ઉંમર-17 વર્ષ
ગેમઝોનમાં કામ કરતો 17 વર્ષનો મોનુ લાપતા
ગેમિંગ ઝોનમાં કામ કરતો 17 વર્ષીય મોનુ ગોઢને તેના સંબંધી સિવિલ હોસ્પીટલમાં શોધવા પહોંચ્યા હતા. મોનુના માતાપિતા ગોરખપુર રહેતા હોવાથી DNA સેમ્પલ ન આપી શક્યા. તેના સંબંધી સંધ્યા ગોઢે જણાવ્યું કે, મોનુ 15-20 દિવસ પહેલા જ રોજગારી માટે ગોરખપુરથી રાજકોટ આવ્યો હતો. મોનુ તેના પિતરાઈ ભાઈ સાથે ગેમિંગ ઝોનના ફૂડ સ્ટોલમાં કામ કરતો હતો. આગની ઘટના પહેલા તે નાસ્તો ડિલિવરી કરવા ગયો પણ પાછો ફર્યો જ નહી. ત્યારે 17 વર્ષીય મોનુને શોધવા તેની ફોઈ રાજકોટ સિવિલ પહોંચ્યા હતા.
બે દિવસ પહેલા જ ગેમઝોનમાં લાગી હતી આગ
TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ઈજાગ્રસ્ત જિજ્ઞાબાની પુત્રીએ મોટો દાવો કર્યો છે. દેવિકાબાએ કહ્યું, બે દિવસ પહેલાં પણ ગેમઝોનમાં આગ લાગી હતી. ગઈકાલે સાંજે ગેમઝોનમાં 70 જેટલા લોકો હાજર હતા. ત્યારે સવાલ એ છે કે, બે દિવસ પહેલાંની આગ કેમ છૂપાવી. જો તેના પર સમયસર પગલા લેવાયા હોત તો આજે આ દુર્ઘટના બની ન હોત. એ પણ ખુલાસો થયો છે કે, ગેમઝોનમાં જનરેટર માટે 2000 લીટર ડીઝલ ભરીને રાખવામાં આવ્યું હતું. અને ગો કાર્ટ કાર માટે 1500 લીટર પેટ્રોલનું સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. ENTRY અને EXIT માટે માત્ર 6થી 7 ફૂટનો એક જ દરવાજો હતો. ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હોવાનો પણ ખુલાસો થયો છે. સાથે જ રાજકોટના ગેમ ઝોનમાં કાર રેસિંગ ટાયરના કારણે આગ વધુ પ્રસરી હોવાનું તારણ છે. ગેમઝોનમા એ સમયે 800થી વધુ ટાયર હતા. તેમજ ક્ષમતા કરતાં વધુ લોકો ગેમઝોનમાં હાજર હોવાનો ખુલાસો થયો છે.
રજાના દિવસે તમામ DNA ડિપાર્ટમેન્ટના સ્ટાફને તાત્કાલિક બોલાવાયો
આજે રવિવારે સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. હવે 48 કલાક બાદ તેનો રિપોર્ટ આવશે. 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. રાજકોટની કરુણ ઘટના માં મૃત્યુ પામનાર તમામના ડીએનએ ગાંધીનગર એફએસએલ લવાયા છે. આજે વહેલી સવારથી જ એફએસએલમાં ડીએનએ ટેસ્ટની કામગીરીનો પ્રારંભ કરાયો છે. રજાના દિવસે તમામ ડીએનએ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને એફએસએલમાં બોલાવી લેવાયા છે. એફ એસ એલ દ્વારા આગામી 48 કલાકમાં ડીએનએના રિપોર્ટ આવ્યા બાદ રાજકોટમાં મૃત લોકોના મૃતદે હ ડીએનએ મેચ કરીને પરિવારજનોને સોંપાશે.
હાઈકોર્ટમાં સુઓમોટો લેવા અપીલ
રાજકોટ ગેમઝોન આગ હોનારતનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટના મુદે સુઓમોટો લેવા હાઈકોર્ટ બાર એસોસિયેસન દ્વારા રજુઆત કરાઈ છે. સ્પે.બેન્ચમાં હાઇકોર્ટ વકીલ બાર એસો.ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ રજુઆત કરી. તેમણે ફાયર સેફ્ટી, જવાબદાર લોકો સામે કડડ પગલાં તેવા સુઓમોટો લેવા રજૂઆત કરી. સાથે જ કહ્યુ કે, ગુજરાતમાં અન્ય સ્થળો પર પણ આવા ગેમઝોન આવેલા છે. ગેમ ઝોનમાં બેદરકારી રાખતા ઓનર્સ સામે પગલાં લેવા રજુઆત કરી. ત્યારે ગુજરાત હાઇકોર્ટ રાજકોટ ગેમઝોન દુર્ઘટના મુદ્દે સુઓમોટો લઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે