રાજ્યમાં સાંજે 6 કલાક સુધી 59 તાલુકામાં વરસાદ, સોમનાથ, સુરત, અમરેલી જિલ્લામાં મેઘમહેર

રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં સાંજે 6 કલાક સુધી કુલ 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

 રાજ્યમાં સાંજે 6 કલાક સુધી 59 તાલુકામાં વરસાદ, સોમનાથ, સુરત, અમરેલી જિલ્લામાં મેઘમહેર

ગાંધીનગરઃ રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં સાંજે 6 કલાક સુધી કુલ 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 6 ઇંચ થયો છે. તો તાલાલામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય અમરેલીના જાફરાબાદ અને બાબરામાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરપાડામાં પણ બે ઇંચ વરસાદ થયો છે. 

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. અહીં કોડીનારમાં 6 તો તાલાલામાં બે ઇંચ વરસાદ થયો છે. તો સાંજે 4થી 6 વચ્ચે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 3 બાબરામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. અમરેલીના વાડીયામાં પણ બે ઇંચ જેટલો વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ એક ઇંચ વરસાદ થયો છે. 

અનલૉક-2માં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મુસાફરી કરવા માગતા લોકો માટે મહત્વના સમાચાર, વાંચો  

જો રાજ્યમાં અન્ય જગ્યાએ વરસાદની વાત કરવામાં આવે તો સુરતના ઉમરપાડામાંછેલ્લા બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો છે. નર્મદા જિલ્લાના દેવ્યાપાડામાં પણ બે ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. ગાંધીનગરના દેહગામમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે. ભરૂચના વાલિયામાં પણ બે ઇંચ જેટલો વરસાદ થયો છે. ડાંગના આહવામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news