પુષ્પા સ્ટાઇલમાં લાકડાની ચોરીના નેટવર્કનો પર્દાફાશ, આ રીતે ઝડપાયો કરોડોનો મુદ્દામાલ, પગેરું MP ખૂલ્યું!
માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે. જ્યાં જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી લાકડા ચોરો સક્રિય બનીને લાકડા ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પરંતુ આ વખતે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીનો પર્દાફાશ કર્યો હતો.
Trending Photos
સંદીપ વસાવા/સુરત: સુરત જિલ્લા વન વિભાગએ પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. ગત 14 તારીખ ના રોજ લાકડા ભરેલ ટ્રક ઝડપાઇ હતી. જેનું પગેરું છેક એમ પી સુધી જતા માંડવી વન વિભાગ ટીમ એમ પી પહોચી અલીરાજપુર નજીક ડેપોમાં સંતાડેલ લાકડા મળી 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ડેપો મેનેજર આરીફ અલી અમજલ અલીની ધરપકડ કરી લેવાય હતી.
માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે. જ્યાં જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી લાકડા ચોરો સક્રિય બનીને લાકડા ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પરંતુ આ વખતે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીનો પર્દાફાશ કર્યો હતો. જંગલીય વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફત અન્ય રાજ્યોમાં મોકલી રહ્યા હતા. આવી જ રીતે ગત 14 મી જુનના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે માંડવી દક્ષિણ રેન્જના જંગલી વિસ્તારમાંથી એક ખેરના લાકડા ચોરીની એક ટ્રક ઝડપી પાડી હતી.
ઝડપાયેલ ટ્રકનું પગેરું શોધતા લાકડા ચોરીનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં છવાયુ હોવાનું માહિતી વન વિભાગની ટીમને મળી હતી. જેથી માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગ એ તાત્કાલિક મધ્યપ્રદેશ ના અલીરાજપુરમાં ધામો નાખ્યો હતો અને જ્યાં અલીરાજપુર ખાતે આવેલ લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપોમાંથી પાંચ કરોડથી વધુનો મુદ્દા માલ વન વિભાગની ટીમને મળી આવ્યો હતો. જેથી વન વિભાગની ટીમે તમામ મુદ્દા માલ અલીરાજપુર ખાતે સીલ કરી. આ લાકડાનો ડેપો ચલાવનાર મેનેજર આરીફઅલી અમજલ અલી મકરાની ની ધરપકડ કરી લેવામાં આવી હતી.
છેલ્લા ચાર વર્ષથી ખેરનું લાકડું સગેવગે કરાતું હતું. લાકડા ચોરી કસરનાર વિરાપ્પાનો દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરતા હતા. તેઓ માત્ર સુરત જિલ્લા માજ જ નહીં પરંતુ નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના જંગલિય વિસ્તારોમાંથી પણ ચોરી કરતા હતા. હાલ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગ એ લાકડાં ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી દક્ષિણ ગુજરાત માંથી કોના મારફત લાકડાની ચોરી કરાતી હતી એ બાબતે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે