બજેટ સત્રના પહેલા દિવસે અનોખો વિરોધ, ડિપોર્ટ ગુજરાતીઓ મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી

અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાત અને દેશનો યુવાન જેને રોજગારી નથી મળતી, દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું, એના સ્વપ્ન જે આ દેશમાં પુરા નહિ થાય એવા ડર સાથે ૭૫ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીની રકમો આપીને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે. 
 

બજેટ સત્રના પહેલા દિવસે અનોખો વિરોધ, ડિપોર્ટ ગુજરાતીઓ મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી

ગાંધીનગરઃ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ લોકોને ડિપોર્ટ કરાઈ રહ્યા છે...વિશ્વના અનેક દેશોના હજારો લોકોને ટ્રમ્પ સરકાર પરત મોકલી રહી છે. જેમાં આપણા ભારતીયો અને ખાસ ગુજરાતીઓ પણ છે...અત્યાર સુધી 74 ગુજરાતીઓ ડિપોર્ટ થઈને વતન પરત આવી ચુક્યા છે. ગેરકાયદે વસતા લોકોને તે દેશ પરત મોકલી શકે છે. પરંતુ જે રીતે પરત મોકલવામાં આવ્યા તેનો વિરોધ થઈ રહ્યો છે...ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના પહેલા દિવસે કોંગ્રેસે ખાસ અંદાજમાં વિરોધ પ્રદર્શન કર્યું...શું હતો વિરોધનો આ અલગ અંદાજ?...જુઓ આ અહેવાલમાં....

ગુજરાતના બજેટ સત્રમાં કોંગ્રેસના દેખાવો
પહેલા જ દિવસે કોંગ્રેસનું જોરદાર પ્રદર્શન 
હાથમાં હાથકડી લગાવીને કોંગ્રેસે કર્યો વિરોધ
ગુજરાતીઓને અમેરિકાથી ડિપોર્ટ કર્યોનો વિરોધ 

ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યો કંઈક અલગ અંદાજમાં વિરોધ કરી રહ્યા છે...તેમનો વિરોધ બજેટ સત્રના પ્રારંભના પહેલા જ દિવસે જોવા મળ્યો....હાથમાં હાથ કડી અને પોસ્ટરો સાથે અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યોએ અલગ અંદાજમાં વિરોધ કર્યો...

અમેરિકામાં વસતાં ગેરકાયદે ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે...અત્યાર સુધી ત્રણ બેચ આવી ચુકી છે..આ ત્રણેય બેચમાં કુલ 74 ગુજરાતીઓ વતન પરત ફર્યા છે. કોઈ પણ દેશ તેમના ત્યાંથી ગેરકાયદે વસતા લોકોને પરત મોકલી શકે છે. પરંતુ ટ્રમ્પ સરકારે જે રીતે હાથ અને પગમાં સાંકળ બાંધીને ગેરકાયદે લોકોને પરત મોકલ્યા તેના કારણે ટ્રમ્પની થૂથૂ થઈ ગઈ છે...વ્હાઈટ હાઉસે વધુ એક વીડિયો ટ્વિટ કર્યો તેમાં હાથકડી પર ફોકસ કરવામાં આવ્યું હતું...જે રીતે ગુજરાતને પરત મોકલાયા તેનો વિરોધ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હતો...

કોંગ્રેસના ધારાસભ્યોને સરકાર પર પ્રહાર કરવાની જાણે કોઈ તક મળી ગઈ અને તેમણે આ તકનો સંપૂર્ણ લાભ લઈ જોરદાર વિરોધ કર્યો હતો.

ગુજરાતમાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે..આ સત્રમાં અનેક મુદ્દાઓ ગાજી શકે છે તેમાં અમેરિકાથી પરત ફરેલા લોકોનો પણ મુદ્દો ગાજી શકે છે... આ સિવાયના પણ કેટલાક મુદ્દાઓ પર કોંગ્રેસ જોરદાર વિરોધ કરી શકે છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news