ગેરકાયદેસર અમેરિકા જતા સુધીમાં શરીર ચાળણી જેવું થઈ જાય છે, 12 ભારતીયોના શરીર લાલ પડી ગયા!
Illegal Migrants : અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે જીવ જોખમમાં મૂકી દેવા લોકો તૈયાર થાય છે. પરંતું આ સફર એટલી હદે ભયાનક હોય છે કે, જો જીવી જાય તો પણ દોજખનું દુખ સહન કરવું પડે છે. કેટલાક તો બોર્ડર પરનું ઠંડુ તાપમાન સહન કરી શક્તા નથી, જેને કારણે અનેક સમસ્યાઓથી પીડાય છે. અમેરિકાના બોર્ડર પેટ્રોલ એજન્ટોએ 12 જેટલા ભારતીયોને બચાવ્યા હતા. આ તમામ લોકો ઠંડીને લઈને હિમ લાગવાથી પીડાઈ રહ્યા હતા.
અમેરિકા જવાનો ચસ્કો ભારે પડે છે
ગેરકાયદેસર અમેરિકા જવું સરળ નથી. એક તરફ એજન્ટોને મસમોટી રકમ ચૂકવો. તો બીજી તરફ, કેનેડા-અમેરિકા બોર્ડર પરની ખરાબ સ્થિતિનો સામનો કરવો પડે છે. આ દિવસો પસાર કરવા જીવતેજીવ નરક જોવા જેવું છે. અમેરિકાના ઉત્તરીય સરહદી વિસ્તારમાં ભયંકર ઠંડી રહેતી હોય છે. ન્યુયોર્કના ક્લિન્ટોન શહેરમાં આવેલા ચુરુબુસ્કોમાંથી બોર્ડર પેટ્રોલના એજન્ટો દ્વારા તેમને પકડવામાં આવ્યા હતા. ચુરુબુસ્કોથી કેનેડાની બોર્ડર નજીક છે. ઠંડીના કારણે બચાવવામાં આવેલા ભારતીયોના પગ થીજીને લાલ થઇ હતા.
હિમ ડંખનો શિકાર
બોર્ડરથી અમેરિકા ઘૂસવું હોય એટલે સેંકડો કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવું પડે છે. નદીઓ પાર કરવી પડે છે. બરફમાં ચાલવું પડે છે. મોત સામે દેખાતું હોય તો પણ સામાન લઈને આ રીતે જવું પડે છે. માઈનસ ડિગ્રી તાપમાનમાં રહેવું સહેલુ હોતુ નથી. તેથી અનેક લોકોના શરીર પર લાલ ચકામા પડી જાય છે. તો પગ થીજીની લાલ થઈ જાય છે.
યુએસ બોર્ડર પેટ્રોલની ટીમ જે લોકોને પકડે છે તેઓને પહેલા તો સારવાર આપવાની જરૂર પડતી હોય છે. આ લોકોની હાલત એટલી હદે ખરાબ હોય છે કે કેટલાક તો અધવચ્ચે જ જીવ છોડી દે છે.
યુએસ બોર્ડર પેટ્રોલે જાન્યુઆરીમાં29,000 માઇગ્રન્ટ્સની ધરપકડ કરી
યુએસ બોર્ડર પેટ્રોલે જાન્યુઆરીમાં યુ.એસ.-મેક્સિકો સરહદને ગેરકાયદેસર રીતે ઓળંગી રહેલા 29,000 સ્થળાંતરકારોની ધરપકડ કરી હતી. એજન્સીએ હાલમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યવાહી બાદ માઈગ્રન્ટ્સમાં ઘટાડો ચાલુ રહી શકે છે. યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં ધરપકડનો આંકડો મે, 2020 પછીનો સૌથી નીચો સ્તર હતો અને ડિસેમ્બરમાં 47,000 હતો.
ટ્રમ્પે 20 જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા પછી ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કાર્યવાહી કરવા, સરહદ સુરક્ષામાં મદદ કરવા માટે લશ્કરી સૈનિકો વધારવા અને સ્થળાંતર કરનારાઓને આશ્રય મેળવવાથી અવરોધિત કરવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડરની શ્રેણી જારી કરી. તે જ સમયે, તેણે પહેલાથી જ યુ.એસ.માં સ્થળાંતર કરનારાઓની દેશનિકાલ વધારવા માટે પગલાં લીધાં.
Trending Photos