પોરબંદર ત્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો વળાંક, હેતલને પામવાની ભૂખમાં બીજા બેને મારી નાંખ્યા
પોરબંદર વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલ કિર્તી સોલંકી અને તેના પતિ કિર્તી સોલંકી અને રોજમદાર તરીકે કામ કરતા નાગાજણ ભુરા આગઠ 15મી ઓગસ્ટથી બરડા જંગલમાં લાપતા બન્યા હતા
Trending Photos
અજય શીલુ/પોરબંદર :પોરબંદર જિલ્લાના બરડા ડુંગરમા બે દિવસથી લાપતા થયેલ ફોરેસ્ટ વિભાગના મહિલા બીટ ગાર્ડ તેમજ તેમના પતિ અને અન્ય એક રોજમદાર વ્યક્તિના બરડા જંગલમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેય વ્યક્તિઓની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ હત્યામાં મોટો ખુલાસો થયો છે. બગવદર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનુ સામે આવ્યું છે. ફરિયાદમાં શકદાર તરીકે એલ ડી ઓડેદરાના નામના ફોરસ્ટ ગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તેને પકડી લેવાયો છે.
ત્રણ દિવસ પહેલા ત્રણ લાશ મળી હતી
પોરબંદર વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલ કિર્તી સોલંકી અને તેના પતિ કિર્તી સોલંકી અને વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નાગાજણ ભુરા આગઠ આ ત્રણેય વ્યક્તિ ગત 15મી ઓગસ્ટથી બરડા જંગલમાં લાપતા બન્યા હતા.આ ત્રણેય વ્યક્તિઓનો કોઈ સંપર્ક નહી સધાતા વન વિભાગ તેમજ પોલીસ દ્વારા બરડા જંગલમાં શોધખોળ હાથ ધરી હતી અને બગવદર પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા સઘન કોમ્બીગ હાથ ધરી ડોગ સ્કોવોડ સહિતની મદદ લેતા જંગલના અલગ-અલગ વિસ્તારમાંથી આ ત્રણેય વ્યક્તિઓનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે હત્યા સહિતની દિશાઓમા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોરબંદર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી બરડા ડુંગરમાં કોમ્બીગ હાથ ધરતા બરડા ડુંગરમા આવેલ સરમણની વાવ નેશથી દોઢેક કીલોમીટર દુર ઝરમાથી ત્રણેય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યા હતા. આ ત્રણેય વ્યક્તિઓના શરીર પર બાહ્ય ઈજાઓ જોવા મળતા એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવી હતી.
પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ
ફોરેસ્ટ ગાર્ડ એલ.ડી. ઓડેદરા સામે શંકા વ્યક્ત કરી શકદાર તરીકે નામ દર્શાવતા પોલીસે તેને ઝડપી લેવાયો છે. પોલીસ તપાસમાં હેતલબેન સાથે ઓડેદરાને સંબંધ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. તેથી તેણે જ આ ત્રણેયની હત્યા કરી નાંખી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બીટ ગાર્ડ હેતલબેન અને ઓડેદરા વચ્ચે કામ દરમિયાન મિત્રતા બંધાઈ હતી. બાદમાં ઓડેદરા હેતલબેન સાથે વધારે સંબંધ રાખવા માગતો હતો. છેલ્લા બે વર્ષથી હેતલબેન અને ઓડેદરા વચ્ચે ઝઘડો ચાલતો હતો. 15 દિવસ પહેલા જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઓડેદરાની પત્ની અને હેતલબેન વચ્ચે પણ ઝઘડો થયો હતો. આનો ખાર રાખીને ઓડેદરાએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. 15 તારીખે આડેદરા આ ત્રણેયને બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડવાના બહાને લઈ ગયો હતો. ત્યારે તેણે તક મલતા જ ડુંગર પર નાગાભાઈ, કિર્તીભાઈ અને હેતલની હત્યા કરી નાંખી હતી.
ગોરધન ઝડફિયાના હત્યાના ષડયંત્ર વિશે વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રકમની સોપારી
અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર
ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે