'તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે', પત્નીના અનૈતિક સંબંધમાં પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ ખેલ!
તારી પત્નીને છૂટાછેડા આપી દે અને આ તારો છોકરો નથી પરંતુ મારો છે તેમ કહીને યુવકના ગળામાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકને પત્નીના અનૈતિક સંબંધની ખબર પડી હતી ચમનપુરા વિસ્તારમાં આવેલા તાળાવાળી ચાલી પાસે સોમવારે રાત્રે વિશાલ કિશન પટણી નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. પ્રેમીએ પતિની જાહેરમાં હત્યા કરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પત્નીના અનૈતિક સંબંધને લઈને પતિ અને પ્રેમી વચ્ચે અવારનવાર બબાલ થતી હતી. આ માથાકૂટનો કરુણ અંજામ આવ્યો છે.
અસારવા નજીક આવેલા ચમનપુરા ખાતે એક યુવકની ઘાતકી હત્યા થઈ હતી. યુવકની હત્યા કરનાર તેની પત્નીનો પ્રેમી હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તારી પત્નીને છૂટાછેડા આપી દે અને આ તારો છોકરો નથી પરંતુ મારો છે તેમ કહીને યુવકના ગળામાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
યુવકને પત્નીના અનૈતિક સંબંધની ખબર પડી હતી ચમનપુરા વિસ્તારમાં આવેલા તાળાવાળી ચાલી પાસે સોમવારે રાત્રે વિશાલ કિશન પટણી નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. કિશનની હત્યા તેની પત્નીના પ્રેમીએ કરી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જીગ્નેશ ઉર્ફે ડેબુના મામલે વિશાલ અને યુવતી વચ્ચે અવારનવાર બબાલ થતી હતી. જીગ્નેશ ઉર્ફે ડેબુ, મનીષ ઉર્ફે બાલી, કિશન અને કિશનના પુત્ર ધર્મેશે મળીને વિશાલ ની હત્યા કરી હતી. ડેબુએ આવતાની સાથે જ વિશાલને કહ્યું હતું કે, તું તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકોર નથી પરંતુ મારો છે.
વિશાલ અને ડેબુ વચ્ચે બબાલ થઈ હતી અને જોતજોતામાં મામલો એટલે ગંભીર બન્યો કે, ડેબુએ વિશાલના ગળામાં તેમજ પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી હતી. કિશન અને કિશનના પુત્ર ધર્મેશની ધરપકડ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે