PM Modi Birthday : સરદાર પટેલનું સપનુ થયુ સાકાર, મોદીએ બતાવ્યું જળસાગર અને જનસાગરનું મિલન
પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને નર્મદા નદી (Narmada River)ના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ (Narmada Dam) પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર (Garudeshwar) પહોંચ્યા છે. જન્મદિવસ (Narendra Modi Birthday) હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. PM મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં સભા સ્થળ ખાતે ઉમટી પડ્યાં છે. ગરુડેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ પીએમ મોદીએ ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે નર્મદા ડેમ પાસે આકાર લઈ રહેલ ચિલ્ડ્રન પાર્ક કેવો બનશે અને તેમાં કેવી કેવી સુવિધાઓ હશે તેની માહિતી મેળવી હતી.
Trending Photos
અમદાવાદ :પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને નર્મદા નદી (Narmada River)ના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ (Narmada Dam) પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર (Garudeshwar) પહોંચ્યા છે. જન્મદિવસ (Narendra Modi Birthday) હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. PM મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં સભા સ્થળ ખાતે ઉમટી પડ્યાં છે. ગરુડેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ પીએમ મોદીએ ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે નર્મદા ડેમ પાસે આકાર લઈ રહેલ ચિલ્ડ્રન પાર્ક કેવો બનશે અને તેમાં કેવી કેવી સુવિધાઓ હશે તેની માહિતી મેળવી હતી.
જમ્મુ-કાશ્મીર-લદ્દાખે 70 વર્ષથી દ્વેષભાવનો સામનો કર્યો
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને 70 વર્ષથી દ્વેષભાવનો સામનો કરવો પડ્યો. અધૂરી આશા અને આકાંક્ષાઓના રૂપમાં સમગ્ર હિન્દુસ્તાને ભોગવ્યું છે. દશકો જૂની સમસ્યાના સમાધાન માટે નવા રસ્તા પર ચાલવાનો નિર્ણય લેવાયો છે. મને વિશ્વાસ છે કે, ત્યાંના લોકોના સક્રિય સહયોગથી વિકાસ થશે. ભારતની એકતા અને શ્રેષ્ઠતા માટે તમારો આ સેવક પૂરી રીતે પ્રતિબદ્ધ છે. ગત 100 દિવસોમાં અમે અનેક નવા નિર્ણયો લીધા છે. અમારી સરકાર પહેલાથી તેજ ગતિથી કામ કરશે.
કેવડિયાને પ્લાસ્ટિકથી બચવુ છે
તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે કેવડીયા અને ગુજરાત વિશ્વના મેપમાં છવાયું છે. લોકાર્પણના 11 મહિનામાં 23 લાખથી વધુ મુસાફરોએ સ્ટેચ્યુને નિહાળ્યું. રોજ એવરેજ સાડા 8 હજાર ટુરિસ્ટ અહી આવે છે. ગત મહિને જન્માષ્ટમીએ રેકોર્ડ બન્યો છે. આ મોટી ઉપલબ્ઘિ છે. અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા રોજ દસ હજાર લોકો પહોંચે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોજગારનું સાધન બન્યું છે. આજે મેં સમગ્ર સમય નવા પ્રોજેક્ટ નિહાળ્યા. આપણે આ વિસ્તારને પ્લાસ્ટિકથી બચાવવું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તિ માટે દેશ પ્રયાસ કર્યો છે. જળ, જીવન અને જમીન પ્લાસ્ટિકથી મુક્ત રહે તેવા પ્રયાસો હોવા જોઈએ. આજે 17 સપ્ટેમ્બરે સરદાર પટેલ અને ભારતની એકતા માટે કરાયેલા પ્રયાસોનો દિવસ છે. આજે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ છે. આજના દિવસે 1948માં હૈદરાબાદનું વિલય ભારતમાં થયું હતું. જો સરદાર પટેલની દૂરંદેશીતા તે સમયે ન હોત તો આજે ભારતનો નક્શો કેવો હોત. ભારતની સમસ્યાઓ અજીબ હોત. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનુ સાકાર થઈ રહ્યું છે. જે કામ અધૂરા રહ્યાં છે, તેને પૂરા કરવાનો પ્રયાસ હિન્દુસ્તાન કરી રહ્યું છે.
આજે રાજ્યના 78 ટકા ઘરોમાં નળમાંથી પાણી આવે
એક રિસર્ચ થયું છે. માઈક્રો ઈરિગેશન કારણે જ ગુજરાતમાં 50 ટકા પાણીની બચત થઈ છે. 40 ટકા મજબૂત મજબૂરીનો ખર્ચ ઓછો થયો. તેમજ વીજળીની બચત થઈ. બીજી તરફ, પાકમાં 30 ટકાનો વધારો થયો. પ્રતિ હેક્ટર ખેડૂત પરિવારની આવકમાં 15500 રૂપિયાનો વધારો થયો. જ્યારે કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું હતું, ત્યારે મેં કહ્યું હતું કે આ પાણી કચ્છ માટે પારસ સાબિત થશે. આજે આનંદ થાય છે કે, નર્મદાનું જળ નર્મદાના મોટા હિસ્સા માટે પારસ સિદ્ધ થયું છે. નર્મદાનું પાણી નથી, પણ પારસ છે. જે માટીને સ્પર્શતા જ સોનુ બનાવે છે. નર્મદા જળને કારણે નળથી જળની સીમા પણ ત્રણ ગુણા વધ્યું છે. 2001માં ગુજરાતના 26 ટકા ઘરોમાં નળમાંથી જળ આવતુ હતું. આઝાદીના પાંચ દાયકા સુધી માત્ર 26 ટકા ઘર કવર થયા હતા. આજે રાજ્યના 78 ટકા ઘરોમાં નળમાંથી પાણી આવે છે. હવે હર ઘર જળનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવું છે. ગુજરાતના ગામ અને શહેર તેજીથી પાણીના નેટવર્ક સાથે જોડાઈ રહ્યાં છે. તેમણે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારને પાણી પહોંચાડવા માટે અભિનંદન આપ્યા હતા.
પાંચ વર્ષમાં 138 મીટર સુધી ડેમનુ ભરાવું અદભૂત છે
આજનો અવસર ભાવનાત્મક છે. સરદાર પટેલનું સપનુ દાયકાઓ બાદ પૂરુ થયું છે. એ પણ તેમની પ્રતિમા અને તેમની નજર સામે. અમે પહેલીવાર ડેમને ભરેલો જોયો છે. એક સમયે 122 મીટરના લક્ષ્ય પર પહોંચવુ મોટી સિદ્ધી ગણાતી. પંરતુ પાંચ વર્ષમાં 138 મીટર સુધી ડેમનુ ભરાવું અદભૂત છે. અહીં પહોંચવામાં લાખો લોકોનું યોગદાન રહ્યું છે. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે જળાશયોની સાફસફાઈનુ કામ કરાઈ રહ્યું છે. આગામી દિવસોમાં મોટાપાયે વૃક્ષારોપણનું કામ કરાશે. આજ પ્રેરણા પર જળજીવન મિશન આગળ વધશે. દેશમાં જળસંરક્ષણનું આંદોલન સફળ થશે. ગુજરાતના જનભાગીદારીના સફળ પ્રયોગોને આપણે વધુ આગળ લઈ જવા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મા નર્મદાની કૃપા થઈ છે, જ્યાં એક સમયે સપ્તાહો સુધી પાણી પહોંચતુ ન હતું. ગુજરાતમાં પાણીની લડાઈમાં ગોળીઓ મરાતી હતી. ગરમી શરૂ થતા જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો પોતાના પશુધનને લઈને સેંકડો કિલોમીટર સુધી ચાલીને જતા હતા. 2000ના વર્ષમાં ભયંકર ગરમીમાં પાણી પહોંચાડવા માટે ભારતમાં પહેલીવાર પાણી માટે વોટર ટ્રેન ચલાવવી પડી હતી. એ દિવસોને યાદ કરીએ, ત્યારે લાગે છે કે ગુજરાત આજે કેટલુ આગળ નીકળી ગયું છે.
તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે, પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઈ શકે છે. પ્રકૃતિ આપણા માટે આરાધ્ય, આભૂષણ છે. પર્યાવરણને સંરક્ષિત કરીને કેવી રીતે વિકાસ કરી શકાય છે. તેનુ જીવંત ઉદાહરણ કેવડીયામાં જોવા મળે છે. સવારથી મેં પ્રકૃતિ અને વિકાસના અદભૂત તાળમેળનો અનુભવ કર્યો. એક તરફ ડેમ છે, વીજળી યંત્ર છે, તો બીજી તરફ કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન તેમજ અન્ય વ્યવસ્થા છે. આ બધા વચ્ચે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા આપણને આર્શીવાદ આપતી નજર આવે છે. આ બધુ પ્રેરણા છે. આજે વિશ્વકર્મા જયંતી છે. નવા ભારતના નિર્માણના સંકલ્પ માટે આપણે આગળ વધીએ છીએ, ત્યારે તેમના ભારત પર આશીર્વાદ બની રહે તેવી પ્રાર્થના. આજે હું વાત કરી રહ્યો છું ત્યારે સરદાર ડેમ અને સ્ટેચ્યુ બંને એ ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિના પ્રતિક છે. તેમની પ્રેરણાથી નવા ભારત સાથે જોડાયેલા સંકલ્પને સિદ્ધ કરીશું.
મા નર્મદાના હરખ આખા ગુજરાતમા છલકે છે
પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે જનમેદની પાસેથે નર્મદે સર્વદે બોલાવ્યું હતું. તેમણે કહ્યું કે, આજે ગુજરાત જોરમાં લાગે છે. આજે મા નર્મદાના છલોછલ જળ, અને તેના કરતા વધુ હરખ આખા ગુજરાતમા છલકે છે. મારુ મગજ જૂની યાદોમાં જતુ રહ્યું. એક સમયે મને ફોટોગ્રાફીનો શોખ લાગ્યો હતો. બાદમાં બધુ છૂટી ગયું. પણ આજે અહીં બેસીને મને થયું કે, સારુ હોત મારા હાથમાં કેમેરો હોત. ઉપરથી જે દ્રશ્ય જોયું કે, નીચે જન સાગર, પાછળ જળ સાગર છે. બંનેનુ મિલન છે. કદાચ ફોટોગ્રાફીની દુનિયાવાળાઓ માટે આવુ દ્રશ્ય રેર મળી શકે છે. આયોજકોને આ લોકેશન માટે, તેમને સેન્સ માટે અભિનંદન આપુ છું. આજના દિવસે મા નર્મદાની પૂજાની તક મળવી મોટો અવસર છે. ચાર રાજ્યોના લોકોને, ખેડૂતોને આ યોજનોના લાભ મળી રહ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, સરદાર સાહેબનુ સપનુ પીએમ મોદીએ સાકાર કર્યું છે. આજની ઘડીએ પીએમ આપણી વચ્ચે છે તે સોનામાં સુગંધ જેવો અવસર છે. આજે ગુજરાતમાં ઘેરઘેર લાપશીના રાંધણ છે. સાડા છ કરોડ ગુજરાતીઓના ઘરે આજે આ ઐતિહાસિક અવસરે ખુશીની લહેર છે. હર્ષઘેલી ગુજરાતની જનતા બની છે. મા નર્મદા સાક્ષાત આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેવું વાતાવરણ બન્યું છે. ગુજરાતના શ્વાસ અને પ્રાણ આ નર્મદા નદી બની છે. પહેલા કરતા પાંચ ગણુ પાણી આજે ભરાયું છે. ગુજરાતના દસ હજારથી વધુ ગામડાઓ 170થી વધુ નગરોને પાણી પહોંચશે. નરેન્દ્ર મોદીએ આ યોજનાને પૂરી કરવા સંઘર્ષ કર્યો છે, ઉપવાસ આંદોલન કર્યા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે