રાજકોટઃ જાહેર સ્થળોએ માસ્ક વગર સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો દંડ

માસ્કની કડક અમલવારી થાય તે માટે શહેરમાં સાયબર સેલની ટીમ એક્ટીવ કરવામાં આવી છે. હવે જે વ્યક્તિ સોશિયલ મીડિયામાં જાહેર સ્થળે માસ્ક વગર સેલ્ફી અપલોડ કરશે તો તેના ઘરે ઈ-મેમો આવી જશે. 

 રાજકોટઃ જાહેર સ્થળોએ માસ્ક વગર સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો દંડ

રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજ્યમાં એક તરફ કોરોના વાયરસના (Corona Virus) કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે આ વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું ખુબ જરૂરી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે જે વ્યક્તિ જાહેર સ્થળો પર માસ્ક પહેર્યા વગર સેલ્ફી પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે. 

સાયબર સેલની ટીમ સક્રિય
માસ્કની કડક અમલવારી થાય તે માટે શહેરમાં સાયબર સેલની ટીમ એક્ટીવ કરવામાં આવી છે. હવે જે વ્યક્તિ સોશિયલ મીડિયામાં જાહેર સ્થળે માસ્ક વગર સેલ્ફી અપલોડ કરશે તો તેના ઘરે ઈ-મેમો આવી જશે. 

પીએમ સાથે યોજાયેલી સીએમની વીડિયો કોન્ફરન્સમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

માસ્ક વગર અનેક લોકો દંડાયા
સરકાર દ્વારા રસ્તા પર માસ્ક પહેર્યા વગર નિકળવા લોતોને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે રાજકોટમાં જાહેરમાં અને રસ્તાઓ પર માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં વિવિધ વિસ્તારમાં માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ દરમિયાન માસ્ક વગર નીકળનારા 324 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news