ગુજરાતના એક રાજકીય યુગનો અંત, માધવસિંહનો દેહ પંચમહાભુતમાં વિલીન
Trending Photos
* ત્રિરંગામાં લપેટીને પાર્થિવ દેહ કોંગ્રેસ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો
* કોંગ્રેસ સેવા દળ દ્વારા સંપુર્ણ રાજકીય સન્માન સાથે સલામી આપવામાં આવી
* સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા શોક સંદેશ સાથે પુષ્પાંજલી મોકલવામાં આવી
* ગુજરાત પોલીસ દ્વારા સંપુર્ણ રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
* ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, રાજ્યસભા સાંસદ શક્તિસિંહે અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પિત કરી
* પુત્ર ભરતસિંહ સોલંકી દ્વારા પિતાના પાર્થિવ દેહને મુખાગ્ની અર્પીત કરવામાં આવ્યો
અમદાવાદ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી તથા ગુજરાતના 4 વખતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું શનિવારે 94 વર્ષની વયે નિધન થયું હતું. વડાપ્રધાન સહિતની તમામ દિગ્ગજ હસ્તીઓ દ્વારા તેમને ટ્વીટરાંજલી અર્પવામાં આવી હતી. જો કે તેમા પુત્ર અને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી અંતિમ સંસ્કાર રવિવારે વી.એસ હોસ્પિટલ પાછળ આવેલા સ્મશાન ગૃહમાં રાખવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ દેહને સંપુર્ણ રાજકીય સન્માન સાથે ત્રિરંગા સાથે લઇ જવાયો હતો.
દેહને આજે ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ત્યાર બાદ વી.એસ હોસ્પિટલ પાછળ આવેલા સ્મશાનગૃહ ખાતે લઇ જવાયો હતો. તમામ સમર્થકો અને સંબંધીઓ દ્વારા તેમના અંતિમ દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સેવા દળ દ્વારા પણ તેમને અંતિમ સલામી આપવામાં આવી હતી. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત પ્રભારી રાજીવ સાતવ આ ઉપરાંત અમિત ચાવડા સહિતનાં કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા.
(કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા મોકલાયેલ શોકસંદેશ અને પુષ્પાંજલી અર્પિત કરાઇ)
અમેરિકાથી આવેલા ભરતસિંહ સીધા જ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિ અને રાષ્ટ્રીય સન્માન સાથે પાલડી સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના મોતને પગલે રાજ્ય સરકાર દ્વારા એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી હતી. ભરતસિંહ સોલંકી દ્વારા તેમને અંતિમ મુખાગ્ની અપાયો હતો. આ સાથે જ ગુજરાતનાં એક દિગ્ગજ કદ્દાવર રાજનેતા પંચમહાભુતમાં વિલિન થયા હતા. ગુજરાતનાં એક અભુતપુર્વ રાજકીય યુગનો અંત આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે