અમદાવાદમાં સંધની પદસંચાલન રેલીનું મુસ્લિમ બિરદારોએ ફુલોથી કર્યું સ્વાગત

અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા જુહાપુરા અને વેજલપુરમાં RSS દ્વારા નિકળેલી પદસંચાલનનું મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું હતું. 

  • RSS દ્વારા યોજાયું આજે પદસંચાલન
  • પાલડી ભાગ વિસ્તારનાં RSS સ્વયંમસેવકો દ્વારા કરાયું પદસંચાલન
  • 300 સ્વયંસેવકો જોડાયા પદસંચાલનમાં

Trending Photos

અમદાવાદમાં સંધની પદસંચાલન રેલીનું મુસ્લિમ બિરદારોએ ફુલોથી કર્યું સ્વાગત

જાવેદ સૈયદ/અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં RSS દ્વારા આજે(રવિવારે) પદસંચાલનનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.દર વર્ષે સંઘ દ્વારા વિજયાદશમી બાદ શહેરાનાં વિવિધ વિસ્તારોમાં પદસંચાલનનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અમદાવાદનાં સાત ભાગમાં પદસંચાલન યોજાય છે.

RSS-2

300 સ્વયંસેવકોએ પદસંચાલનમાં લીધો ભાગ
300 સ્વયંસેવકો પદસંચાલનમાં જોડાયા હતા. શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા જુહાપુરા અને વેજલપુરમાં RSS દ્વારા નિકળેલી પદસંચાલનનું મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું હતું. મુસ્લિમ બિરાદરોએ RSSના સ્વયંસેવકોનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. આ સાથે જ આ રેલીમાં હિન્દુ અને મુસ્લિમોની એકતા પણ જોવા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news