રામ મંદિર બનાવનાર આ ગુજરાતીને પદ્મશ્રી જાહેર, મંદિરોના સર્જક સોમપુરા પરિવારમાં બીજો પદ્મ પુરસ્કાર

Chandrakant Sompura : કેન્દ્ર સરકારે રામ મંદિરના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કારથી પણ સન્માનિત કર્યા છે. અયોધ્યાના રામ મંદિરનો નકશો બનાવનાર સોમપુરાને સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. સોમપુરાના દાદાને પણ પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
 

રામ મંદિર બનાવનાર આ ગુજરાતીને પદ્મશ્રી જાહેર, મંદિરોના સર્જક સોમપુરા પરિવારમાં બીજો પદ્મ પુરસ્કાર

Padma Awards : 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવાની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ, પંકજ પટેલને પદ્મ ભૂષણ એનાયાત કરાશે. તો અન્ય 6 મહાનુભાવોને પદ્મશ્રી એનાયત કરાશે. આમ, વર્ષ 2025 માં 8 ગુજરાતીઓને પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવશે. પોતાના બેનમુન શિલ્પકારીથી રામ મંદિરનું નિર્માણ કરનારા ચંદ્રકાન્ત સોમપુરાને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. મંદિરોના શિલ્પકારને આ મોટું સન્માન મળ્યું છે. રામમંદિરના મુખ્ય આર્કિટેક ચન્દ્રકાંત સોમપુરા અમદાવાદના વતની છે. સોમનાથ મંદિરની ડિઝાઈન પર સોમપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જ બનાવાઈ હતી. આ સોમપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ શિલ્પકામ સાથે સંકળાયેલું છે અને મંદિર બાંધકામ કરવામાં આવ્યું છે. રામમંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચન્દ્રકાંત સોમપુરા છે. 

કોણ છે ચંદ્રકાંત સોમપુરા?
ચંદ્રકાંત સોમપુરા દેશના જાણીતા મંદિર આર્કિટેક્ટ છે. તેમણે ભૂતકાળમાં અક્ષરધામ મંદિરનો નક્શો પણ બનાવ્યો છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ રામ મંદિરનું મોડેલ અયોધ્યાના કાર્યસેવકપુરમમાં રાખવામાં આવ્યું હતું. તેમના મોડલ પ્રમાણે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદના ચંદ્રકાંતભાઈ આવા જ એક પરિવારના છે. જેમની પાસે પરંપરાગત ભારતીય નાગારા શૈલીના મંદિરો ડિઝાઇન કરવામાં નિપુણતા છે. તેમના દાદા પ્રભાશંકર સોમપુરા ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના આર્કિટેક્ટ હતા. ચંદ્રકાંત સોમપુરાના પિતા પણ દેશના જાણીતા આર્કિટેક્ટ હતા. તેમણે ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરના સમારકામનું કામ કર્યું હતું. દેશના પ્રખ્યાત મંદિરોના નિર્માણમાં ચંદ્રકાંતભાઈના પરિવારની ત્રીજી અને ચોથી પેઢીનું યોગદાન છે.

સોમપુરા પરિવારમાં બીજો પદ્મ પુરસ્કાર
ગુજરાતના આ પ્રખ્યાત શિલ્પકાર પરિવારની વાત કરીએ તો, સોમપુરા પરિવારના શ્રેષ્ઠ નાગરિકતાનો આ બીજો એવોર્ડ છે. અગાઉ ચંદ્રકાન્ત સોમપુરાના દાદાને પણ સોમનાથ મંદિરના શિલ્પકારી માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચંદ્રકાન્ત સોમપુરાએ ZEE 24 કલાક સાથે વાતચીતમાં જણાવ્યું કે, મારાં દાદાના કારણે હું અહીં સુધી પહોંચ્યો છું. તેમણે રિટાયરમેનેટ બાદ પણ મારી પાછળ 8 વર્ષ કાઢ્યા હતા. 

Pics : રામ મંદિરની ડિઝાઈન તૈયાર જ છે, અમદાવાદના આ આર્ટિટેક્ટે 30 વર્ષ પહેલા VHP સાથે મળીને બનાવી હતી

શિલ્પ સ્થાપત્યના શિલ્પીઓ છે સોમપુરા
હિન્દુ સંસ્કૃતિના ઈતિહાસમાં સૌથી વધુ મંદિરો અને શિલ્પ સ્થાપત્યની કળા સોમપુરા નામના શિલ્પીઓ પાસે રહેલી છે. પરંતુ હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા કુટુંબો પાસે જ આ કળા રહી છે, જે આજે પણ દેશ-વિદેશમાં મંદિરો શિવાલય અને જૈન દેરાસરોની શિલ્પી કારીગરીથી ભવ્ય વારસાનો નજારો છોડી જાય છે. પ્રાચીન અર્વાચીન મંદિરો જેવા કે રાણકપુર, પાલીતાણા, દેલવાડાના દેરાની કલાત્મક કોતરણી વિશ્વભરમાં નામના ધરાવે છે. એ જ શિલ્પીઓ દ્વારા અનેક ધાર્મિક સંસ્કૃતિ મુજબ ગુજરાતમાં સંખ્યાબંધ મંદિરો બનાવવામાં આવ્યા છે. હવે વિદેશમાં પણ સંસ્કૃતિ મુજબના શિખરબંધ જૈન મંદિર અમેરિકાના વોશિંગ્ટનમાં જોવા મળે છે. 

અત્યાર સુધીમાં 131 મંદિરોના નકશા બનાવવામાં આવ્યા છે
ચંદ્રકાંત સોમપુરા તેમના પુત્ર આશિષ સાથે મળીને અત્યાર સુધીમાં દેશના 131 મંદિરોના નકશા બનાવી ચૂક્યા છે. જેમાં સ્વામી નારાયણ મંદિર ગાંધીનગર, અંબાજી મંદિર પાલનપુરનો પણ સમાવેશ થાય છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારા પરિવારે જ મથુરા, પાલનપુર વગેરે મંદિરો સિવાય સોમનાથ મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી. અમારા માટે એ મોટી વાત છે કે એક જ પરિવાર રામ મંદિરની ડિઝાઈન તૈયાર કરી રહ્યો છે. તે અમારા માટે ગર્વની વાત છે.

'2500 साल तक राम मंदिर पर भूकंप का नहीं होगा असर', वास्तुकार चंद्रकांत सोमपुरा का दावा

આ કામની નોંધ ગિનિસ બુકમાં કરવામાં આવી હતી
ચંદ્રકાંત સોમપુરાને 1997માં શ્રેષ્ઠ આર્કિટેક્ટ જાહેર કરવામાં આવ્યા હતા. લંડનમાં તેમના દ્વારા બનાવવામાં આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ટરમિડિયેટ પછી તેના પિતાએ તેનો અભ્યાસ બંધ કરી દીધો હતો. તેણે પોતે એક વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. ચંદ્રકાંત સોમપુરાએ તેમના દાદા પ્રભાશંકર સોમપુરા પાસેથી મંદિર નિર્માણની કળા શીખી હતી.

કોને કોને અપાયા પદ્મ પુરસ્કાર 

  • કુમુદિની રજનીકાંત લાખિયા (કલા) - પદ્મ વિભૂષણ
  • પંકજ પટેલ (વેપાર અને ઉદ્યોગ) - પદ્મ ભૂષણ
  • ચંદ્રકાંત શેઠ (મરણોત્તર) (સાહિત્ય અને શિક્ષણ) - પદ્મશ્રી
  • ચંદ્રકાંત સોમપુરા (અન્ય - સ્થાપત્ય) - પદ્મશ્રી
  • પરમાર લવજીભાઈ નાગજીભાઈ (કલા) - પદ્મશ્રી
  • રતન કુમાર પરીમુ (કલા) - પદ્મશ્રી
  • સુરેશ હરિલાલ સોની (સમાજ સેવા) - પદ્મશ્રી
  • તુષાર દુર્ગેશભાઈ શુક્લા (સાહિત્ય અને શિક્ષણ) - પદ્મશ્રી

સોમનાથ મંદિરના પણ શિલ્પકાર છે 
ગુજરાતનું સોમનાથ મંદિર જગવિખ્યાત છે. આઝાદી બાદ વિખરાયેલા સોમનાથ મંદિરના નવનિર્માણ માટે શ્રી સોમનાથ મહા મેરુ પ્રસાદના બાંધકામનો નિર્ણય લેવાયો અને સોમનાથ ટ્રસ્ટ તરફથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તેનું કામ જાણીતા ટેમ્પલ આર્કિટેક્ટ પ્રભાશંકરભાઈ ઓઘડભાઈ સોમપુરાને સોંપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની શરૂઆત 1947માં થઈ હતી અને તેનું કામ 1952માં પૂરું થયું હતું. હવે તમને કનેક્શન જણાવી દઈએ કે રામ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચન્દ્રકાંત સોમપુરા એ સોમનાથ મંદિરના નવનિર્માણનું કામ હાથ ધરનારા પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાના પૌત્ર છે. સોમનાથ મંદિર બાંધવા માટે પ્રભાશંક સોમપુરાને પદ્મ પુરસ્કાર એનાયત કરાયો હતો. 

અદભૂત! દાદાએ કર્યું 'વિખરાયેલા' સોમનાથ મંદિરનું નવનિર્માણ, પૌત્ર બન્યા અયોધ્યાના રામ મંદિરના 'વિશ્વકર્મા'

ચંદ્રકાંત સોમપુરાએ રામ મંદિરની ડિઝાઈન બનાવી
રામ મંદિરની ડિઝાઈન ચંદ્રકાંત સોમપુરાએ તૈયાર કરી છે. રામમંદિર કેવુ બનશે તેની ડિઝાઈન તેમની પાસે છેલ્લાં 30થી વધુ વર્ષથી તૈયાર હતી. રામ મંદિર માટે VHP સાથે રહીને રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન અમદાવાદના આર્ટિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ ડિઝાઈન તૈયાર કરી હતી. રામમંદિરનો દરેક ખૂણો કેવો હશે તેનું સંપૂર્ણ પ્લાનિંગ તેમની પાસે રેડી હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news