ગુજરાતમાં ઓડિશા જેવો ટ્રેન અકસ્માત થતા રહી ગયો, ટ્રેન નજીક આવી ગઈ અને ફાટક પર વાહનો હતા

Odisha Train Accident : ડીસા શહેરમાં એક કાર અને પેટ્રો કેમિકલ ભરેલા ટેન્કરને કારણે હજારો લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા...  ફાટકમેને સતર્કતા બતાવી હતી. તેણે ગણતરીની મિનિટોમાં ટ્રાફિક હટાવ્યો

ગુજરાતમાં ઓડિશા જેવો ટ્રેન અકસ્માત થતા રહી ગયો, ટ્રેન નજીક આવી ગઈ અને ફાટક પર વાહનો હતા

Deesa News : 300 થી વધુ લોકોનો ભોગ લેનાર ઓડિશા ટ્રેન અકસ્માત ક્યારેય નહિ ભૂલાય. ગોઝારો અકસ્માત અનેકોના પ્રાણ લઈ ગયું. ત્યારે આવો જ એક અકસ્માત ફરી થતો રહી ગયો. એક ફાટકમેનની સતર્કતાને કારણે અનેકોના જીવ બચી ગયા હતા. ઉત્તર ગુજરાતના ડીસામા આ ઘટના બની હતી. ડીસામાં ઓડીશા જેવી ટ્રેન હોનારત થતા રહી ગઈ હતી. પેસેન્જર ટ્રેન ફુલ સ્પીડે આવવાની તૈયારીમાં હતી, અને રેલવે ફાટકની વચ્ચોવચ પેટ્રોકેમિકલ ભરેલુ ટેન્કર આડે આવી ગયુ હતું. 

બન્યુ એમ હતું કે, ડીસા શહેરમાં એક કાર અને પેટ્રો કેમિકલ ભરેલા ટેન્કરને કારણે હજારો લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગત રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ ડીસાના ગોઢા ફાટક પાસે આ ઘટના બની હતી. જેમાં પેસેન્જર ટ્રેન આવવાનો સમય થઈ ગયો હતો. ત્યારે ફાટકમેન ફાટક બંધ કરે તે પહેલા એક કાર અને ટેન્કર વચ્ચે આવીને ફસાઈ ગયુ હતું. 

આ બાદ ભારે ટેન્શનભર્યો માહોલ સર્જાયો હતો. જોકે, ફાટકમેને સતર્કતા બતાવી હતી. તેણે ગણતરીની મિનિટોમાં ટ્રાફિક હટાવ્યો હતો. વાહનોને બંને બાજુ ખસેડ્યા હતા. આ બાદ પેસેન્જર ટ્રેન સલામત રીતે ત્યાંથી નીકળી ગઈ હતી. ફાટકમેને મહામહેનતે ટ્રાફિક મેનેજ કર્યો હતો. તેણે સિગ્નલ મેનેજ કર્યુ હતું. 

ફાટકમેને જણાવ્યું કે, બપોરે 1 વાગ્યાની આસપાસ ડમ્પર ચાલકે ફાટક તોડ્યુ હતું. તેના બાદ મેં મહામહેનતે ફાટક હાથથી રોકી રોકી હાથથી અન્ય ઓપ્શનવાળી ફાટક બંધ કરીને મહામહેનતે સિગ્નલ બંધ કર્યુ હતું. હુ એક બાજુની હાથથી પાઈપ ખેંચી ફાટક બંગ કરતા તે લોક થયુ હતું. ત્યારે એક સાઈડ પરથી અલટો કાર રેલવે ટ્રેક પર આવી ગઈ હતી. તેની પાછળ એક ટેન્કર પણ ટ્રેક પર આવી ગયુ હતું. સદનસીબે ટ્રાફિક મેનેજ થઈ ગયો હતો. જેથી જાનહાનિ ટળી ગઈ હતી. 

આ વાત સાંભળીને રુંવાડા ઉભા થઈ જાય, પરંતુ ફાટકમેનની સલામતને કારણે હજારો મુસાફરોનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ 3 મિનિટમાં ફુલ સ્પીડામં પેસેન્જર ટ્રેન ફાટકથી પરથી પસાર થઈ ગઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news