નરોડા વિસ્તારમાં 15 ગાડીઓ સાથે પોલીસની ફ્લેગમાર્ચ, પરપ્રાંતીયો સાથે કરી ચર્ચા
રાજ્યમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદમાં સતત ચોથા દિવસે પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલા બાદ પોલીસ એક્શનમાં છે. અમદાવાદ શહેરમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો ન બને તે માટે અમદાવાદ પોલીસ સક્રિય છે. પોલીસ ફ્લેગમાર્ચની સાથે પેટ્રોલિંગ કરી રહી છે. સતત ચોથા દિવસે પોલીસની ફ્લેગમાર્ચ યથાવત રહી છે. આજે એસીપી સહિતના પોલીસ અધિકારીઓએ ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીયો સાથે બેઠક કરીને તેમને ભયમુક્ત રહેલા અને ચિંતા ન કરવા માટે સમજાવ્યા હતા.
જીઆઈડીસી વિસ્તારમાં પોલીસની ફ્લેગમાર્ચ
શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી. પોલીસ અધિકારીઓની 15 ગાડીઓ સાથે નરોડા, ઓઢવ, કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં ફ્લેગ માર્ય યોજવામાં આવી હતી. આ સાથે મજૂરો સાથે બેઠક પણ કરી હતી.
માનવ અધિકાર પંચની નોટિસ
ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા અને ત્યારબાદ પરપ્રાંતીયોએ કરેલી હિરજત બાદ માનવ અધિકાર પંચ પણ સક્રિય થયું છે. ઘટનાના આઠ-દસ દિવસ બાદ માનવ અધિકાર પંચે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને નોટિસ પાઠવી છે. તો અમદાવાદ પોલીસ કમિશનરને પણ નોટિસ પાઠવવામાં આવી છે. પંચે 20 દિવસમાં સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે.
શું કહ્યું ડીજીપીએ
હાલમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલા મામલે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ મીડિયાને જણાવ્યું કે, હુમલાની ઘટનાઓ શાંખી લેવામાં આવશે નહીં. જે સ્થળ પર પરપ્રાંતીયો કામ કરે છે ત્યાં સુરક્ષામાં વધારો કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણી જનક પોસ્ટ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય સચિવ પણ આક્રમક
રાજ્યના મુખ્ય સચિવે પણ આ ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. તેમણે રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને હુમલા અટકાવવા માટે જરૂરી પગલા ભરવાના આદેશ આપ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે