સુખી છે ગુજરાતના આ 112 ગામડા, હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી

સુખી છે ગુજરાતના આ 112 ગામડા, હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી
  • હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે હજુ ઘણાં ગામો એવાં છે, જ્યાં કોરાના પ્રવેશી શક્યો નથી
  • ગામ લોકો દ્વારા માસ્કથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. લગભગ દરેક જિલ્લામાં કોરોનાના કેસ પહોંચી ગયા છે. પરંતુ કોરોનાના વધતા કહેર વચ્ચે એક મહત્વના સમાચાર છે કે, રાજકોટ જિલ્લાના 112 ગામડાઓ એવા છે કે જ્યાં હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઈ જ નથી. રાજકોટના 595 ગામમાંથી 18 ટકા ગામ કોરોનાથી બચવામાં સફળ નીવડ્યા છે. જેનુ કારણ એ છે કે, સ્થાનિક સ્તરે રાખવામાં આવેલ સાવધાનીને લીધે અહીં કોરોનાનું સંક્રમણ ફેલાયું નથી. 

રાજકોટ જિલ્લાનાં 598 ગામો પૈકી 112 ગામો નથી 
રાજકોટ તાલુકામાં 21 ગામડા, ઉપલેટા તાલુકામાં 16, વીંછીયા તાલુકામાં 16, પડધરી તાલુકામાં 13 તેમજ જસદણ તાલુકાના 12 ગામડામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી. હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે હજુ ઘણાં ગામો એવાં છે, જ્યાં કોરાના પ્રવેશી શક્યો નથી. ગ્રામજનોની સતર્કતાને કારણે રાજકોટ જિલ્લાનાં 598 ગામો પૈકી 112 ગામો એવાં છે, જ્યાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, આ ગામોમાં શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજકોટ જિલ્લાનાં આ ગામો અન્ય ગામો માટે આદર્શરૂપ બન્યાં છે. 

આ પણ વાંચો : પતિની પ્રેમિકા બીજી કોઈ નહિ, પણ સગા ફોઈની દીકરી નીકળી

તાલુકાનું નામ ગામની સંખ્યા
રાજકોટ 21
વીંછીયા  16
ઊપલેટા  16
પડઘરી  13
જસદણ  12
કોટડા સાંગાણી  10
લોધિકા  8
જામ કંડોરણા  6
ગોંડલ  5
ધોરાજી  3
જેતપુર  2

ઓછી વસ્તી ધરાવતા ગામો
આ ગામોમાં વસ્તી બહુ જ ઓછી છે. 500 થી લઈને 1500 સુધીની વસ્તી ધરાવતા આ ગામો છે. તેમજ ગામ લોકો દ્વારા માસ્કથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જેથી આ ગામડાઓમાં કોરોનાને ગુજરાતમાં એક વર્ષ થયા બાદ પણ કેસની એન્ટ્રી થઈ નથી. સાથે જ ગામના વૃદ્ધોને વેક્સીન આપવાની કામગીરી પણ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. આમ, ગામડાઓ દ્વારા તમામ તકેદારીઓનું પાલન કરવામાં આવ્યું, જેના ફળ સ્વરૂપે અહી કોરોના પ્રવેશ્યો નથી. 

  • આ ગામોમાં તમામ લોકો માસ્ક પહેરીને જ ઘર બહાર નીકળે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખે છે
  • કેટલાક ગામોમાં બહારથી આવતા ફેરિયાઓને આજ દિવસ સુધી પ્રવેશવા દેવામાં આવ્યા નથી. 
  • કેટલાક ગામોમાં જ્યાં ફેરિયાઓ આવે છે તેને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે તેઓ દૂર ઊભા રહીને પોતાનો ધંધો-રોજગાર કરે.
  • ચૂંટણી સમયે આ વિસ્તારોમાં લોકોના મેળાવડા કરવા દેવામાં આવ્યા ન હતા. 
  • લોકડાઉન સમયે ગામના લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. 
  • ગામના કોઇ લોકો બહારગામ રહેતા હોય અને ગામમાં આવે તો તેને ક્વોરન્ટીન કરવામાં આવતા હતા.

આ પણ વાંચો : માત્ર 11 કેસથી સફાળું જાગ્યું ગુજરાતનું આ ગામ, સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી 

આ 112 ગામો પૈકી એક ગામ માખાવડ ગામ પણ છે. માખાવડ ગામમાં આજ દિવસ સુધી એકપણ કેસ નોંઘાયો નથી, ચૂંટણી સમયે આ વિસ્તારોમાં લોકોના મેળાવડા કરવા દેવામાં આવ્યા ન હતા. અને આજે પણ સતત કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યુ છે. લોકડાઉન સમયે ગામના લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને ગામના કોઇ લોકો બહારગામ રહેતા હોય અને ગામમાં આવે તો તેને ક્વોરન્ટાઇન કરવામાં આવતા હતા. છેલ્લા એક વર્ષથી આ ગામના વૃધ્ધોને કામ સિવાય બહાર નીકળવા દેવામાં આવ્યા નથી અને હાલમાં વેક્સિનેશન ચાલુ છે ત્યારે ગામના તમામ સિનીયર સિટીઝનોને વેક્સિન આપવામાં આવી રહી છે.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ રોકવા RMC સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરશે. કોરોના સુપર સ્પ્રેડર શોધવા મનપાનું મહાઅભિયાન શરૂ કરાયું છે. સોમવારથી સુપર સ્પ્રેડર ફેરિયાઓના ટેસ્ટ કરવામાં આવશે. શાકભાજીના 800 કરતા વધુ ફેરિયાઓમાં કોરોના સ્પ્રેડર શોધવા મનપા દ્વારા કવાયત હાથ ધરાઈ છે. ગુજરી બજારમાં પાથરણા વાળાનું અને ફૂડ ડિલેવરી બોયના પણ ટેસ્ટ કરાવાશે. ગત સપ્ટેમ્બર મહિના હેલ્થ કાર્ડ આપી ચેકીંગ કરાયું હતું તે ઇતિહાસનું ફરી પુનરાવર્તન કરાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news