ભૈરવદાદાના દર્શન માટે પ્રસાદીની વ્યવસ્થા કોણ કરશે? 20 નવા સ્ટેન્ડ શરૂ થયા છે, તો પ્રસાદી જેટલું નહીં મળે?

ગેનીબેને કાર્યકરોને સંબોધતા રમૂજ અંદાજમાં કહ્યુંકે, બનાસકાંઠા નજીક મેઈન હાઈવે પર દારૂના 20 જેટલાં નવા સ્ટેન્ડ (અડ્ડા) શરૂ થયા છે. આટલાં બધા 20 જેટલાં સ્ટેન્ડ ચાલે છે તો આપણને ભૈરવદાદાની પ્રસાદી જેટલું નહીં મળે? હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ભૈરવદાદાના દર્શન માટે પ્રસાદીની વ્યવસ્થા કોણ કરશે? 20 નવા સ્ટેન્ડ શરૂ થયા છે, તો પ્રસાદી જેટલું નહીં મળે?

Geniben Thakor: દારૂનો મુદ્દે પકડીને અલ્પેશ ઠાકોર હીરો બન્યો હવે એ મુદ્દો ગેનીબેન ઠાકોર ઉપાડી રહ્યાં છે. સમાજ માંથી દારૂની બદી દૂર કરવા આપણે અવાજ ઉઠાવીશું એવી બનાસકાંઠાના સાંસદ ગેનીબેને જાહેર કાર્યક્રમમાં જણાવ્યું છે. મહત્ત્વનું છેકે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા ત્યારે અને ત્યાર બાદ ભાજપમાં આવ્યાં ત્યારે પણ દારૂબંધીનો મુદ્દો બરાબર પકડી રાખ્યો હતો. યુવા પેઢીને વ્યસનથી મુક્ત કરવાની વાતો પણ ઘણી કરી હતી. દારૂની બદી તો દૂર ના થઈ શકી પણ, અલ્પેશભાઈ બરાબર સીટ પકડીને ભાજપમાં ગોઠવાઈ ગયાં.  

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો મોટો ઘટસ્ફોટ. કહ્યું બનાસકાંઠા જિલ્લાના મેઈન હાઈવે પર દારૂના નવા 20 સ્ટેન્ડ એટલેક, અડ્ડા શરૂ થયા છે. દારૂના વેચાણ સામે લડીશું, અવાજ ઉઠાવીશું. આ સાથે જ ગુજરાતમાં સરકારના દારૂબંધીના દાવાઓ પર ફરી એકવાર સવાલ ઉઠ્યો છે. સાંસદ જો જાહેર કાર્યક્રમમાં આવી રીતે સરકાર સામે દારૂબંધી મુદ્દે સવાલ ઉઠાવતા હોય તો આ મામલો તો ગંભીર જ ગણાય.

કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે રમુજ અંદાજમાં સરકાર સામે મોટો કટાક્ષ કર્યો હતો. સાથે જ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. દારૂનો મુદ્દો પકડીને સાંસદ ગેનીબેન ઠાકોરે મંચ પરથી પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, આપણે ભૈરવદાદાના દર્શને જવું છે, પ્રસાદીની વ્યવસ્થા કોણ કરશે? હમણાં જ મને બધાના ફોન આવતા હતાકે, મેઈન હાઈવે પર દારૂના 20 જેટલાં નવા સ્ટેન્ડ શરૂ થયા છે. એટલેકે, દારૂના નવા 20 અડ્ડા શરૂ થયા છે.

આટલાં 20 જેટલાં સ્ટેન્ડ ચાલે છે તો પ્રસાદી જેટલું નહીં મળે?
ગેનીબેને કાર્યકરોને સંબોધતા રમૂજ અંદાજમાં કહ્યુંકે, બનાસકાંઠા નજીક મેઈન હાઈવે પર દારૂના 20 જેટલાં નવા સ્ટેન્ડ (અડ્ડા) શરૂ થયા છે. આટલાં બધા 20 જેટલાં સ્ટેન્ડ ચાલે છે તો આપણને ભૈરવદાદાની પ્રસાદી જેટલું નહીં મળે? હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

 

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા વધુમાં જણાવ્યુંકે, દારૂ સમાજનું એક દૂષણ છે. તેને તાત્કાલિક દૂર કરવું જ પડશે. યુવાપેઢી આ દૂષણમાં બરબાદ થઈ રહી છે. ગાંધીના ગુજરાતમાં આ સ્થિતિ છે. જો ગાંધીના ગુજરાતમાં આવી રીતે જાહેર રસ્તા પર મેઈન હાઈવે પર 20 જેટલાં દારૂના સ્ટેન્ડ ચાલતા હોય તો અંદર અંદર ઈન્ટરનલ કેટલાં બધા દારૂના સ્ટેન્ડ ચાલતા હશે. આપણે દારૂની આ બદીઓેને દૂર કરવાની જરૂર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news